રાજ્યમાં 1.65 લાખ યુઝર નિઃશૂલ્ક અર્બન વાઇ-ફાઇ પ્રોજેકટનો લાભ મેળવે છે

ગાંધીનગર:  ગુજરાતે પપ શહેરોમાં રપ૩ જાહેર સ્થળોએ અર્બન વાઇ-ફાઇ પ્રોજેકટ દ્વારા પાર પાડયો છે તે અંગે સાયન્સ-ટેકનોલોજી વિભાગને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રી સમક્ષ આજે અર્બન વાઇ-ફાઇ પ્રોજેકટ અન્વયે સાયન્સ ટેકનોલોજી વિભાગ અને પ્રોજેકટમાં પાંચ વર્ષ સુધી સર્વિસ મોડેલ દ્વારા સેવા આપનારા જીટીપીએલ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સેવાઓ નાગરિકોને નિઃશૂલ્ક વાઇ-ફાઇ સર્વિસીસ પૂરી પાડી ઇન્ટરનેટના માધ્યમથી જરૂરી સેવાઓ તેમજ સરકારના વિભાગો અને અન્ય સેવાઓ ઓન લાઇન મળી શકશે તેની સરાહના કરી હતી.

આ પ્રોજેકટ અન્વયે પપ શહેરોમાં જિલ્લા-તાલુકા કક્ષાએ એસ. ટી. બસ સ્ટેન્ડ, સિવીલ હોસ્પિટલસ, કોર્ટ સંકુલ, મામલતદાર, ટી.ડી.ઓ. કચેરી, નગરપાલિકા સંકુલ તેમજ લાયબ્રેરી જેવા જાહેર સ્થળોએ વાઇ- ફાઇ સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ સેવાઓ માટે અત્યાર સુધી ૧.૬પ લાખ યુઝર રજીસ્ટર થયેલા છે તેમજ જરૂરિયાત મુજબ ર થી ૮ એકસેસ પોઇન્ટ મારફતે ૩૦ થી ૧૦૦ એમબીપીએસ ઇન્ટરનેટ બેન્ડ વીથ નો લાભ મેળવી રહ્યા છે. આ વાઇ-ફાઇ સેવાઓ યુઝર પોતાના મોબાઇલ નંબર દ્વારા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મેળવીને કે મોબાઇલ એપ ડાઉનલોડ કરીને મેળવી શકે છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નાની એટલે કે ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પણ આ અર્બન વાઇ-ફાઇ પ્રોજેકટમાં ત્વરાએ સાંકળી લેવા સૂચનો કર્યા હતા. તેમણે આ પ્રોજેકટની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

error: Content is protected !!