જામનગર: કિરીટ જોષીની હત્યા કરનાર બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

જામનગર: જામનગરમાં વકીલ કિરીટ જોષીની જાહેરમાં હત્યા કરી ફરાર થયેલા આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુંબઈથી ઝડપી લીધા બાદ જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને મોડી રાત્રે  રજૂ કર્યા હતા. પૈસા લઈને હત્યા કરનારા આ કોન્ટ્રાક્ટ કિલરના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ હત્યા કેસમાં જયેશ પટેલ નામના શખ્સે કિરીટ જોશીને મારવાની સોપારી આપી હતી. જે બાદ બે પ્રોફેશનલ કિલરો સાયમન લુઇસ અને અજય મહેતાએ કિરીટ જોષીની હત્યા કરી નાખી હતી. ક્આ બંને હત્યારા મુંબઈથી ઝડપાયા બાદ  ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગર લાવવામાં આવ્યા હતા.  તેઓને જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગીતા આહીર મેડમના નિવાસસ્થાને મોડી રાત્રે રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી અશોકભાઇ જોષી તેમજ તેમના વકીલ વી.એચ.કરનારા સહિત વકીલ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગણીને સમર્થન આપ્યું હતું.   જજ દ્વારા આગામી તારીખ 25 મે સુધી એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!