નાના ઉદ્યોગો માટે 10 નવી જીઆઇડીસી અને સ્વતંત્રતા દિવસ પર મુખ્યમંત્રીની અન્ય જાહેરાતો

વડોદરા, દેશગુજરાત: આજે સવારે વડોદરામાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના ઉદબોધનમાં, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલીક નવી જાહેરાતો કરી હતી:

– નાના ઉદ્યોગો માટે સરકાર 10 નવા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) એસ્ટેટ સ્થાપશે. જે પ્લગ એન્ડ પ્રોડ્યુસ પ્રકારના હશે. પ્લગ એન્ડ પ્લે અથવા પ્લગ એન્ડ પ્રોડ્યુસ એટલે ઇન્ડસ્ટ્રીયલ શેડમાં બધી સુવિધાઓ જેમ કે પાણીનું કનેક્શન વીજળીનું કનેક્શન વગેરે રેડી જ હોય. જે પણ વ્યક્તિ તે શેડ ખરીદે અથવા ભાડે લે તેણે ખાલી પ્લગમાં આપણે પીન ભરાવીને ઇલેક્ટ્રોનીક ચીજ ચાલુ કરી દઇએ છીએ તેમ ઉત્પાદન ચાલુ જ કરવાનું રહે.

-જ્યારે એક સાગર ખેડૂ (માછીમાર) દરિયામાં મૃત્યુ પામે છે, ત્યારે તેના મૃત શરીરને શોધવા માટે તે ખૂબ જ લાંબો સમય લાગે છે. સાત વર્ષ સુધી મૃતદેહ ન મળે ત્યાર પછી તેને મૃત જાહેર કરવામાં આવે છે. પરંતુ આ ગાળા દરમિયાન તે ટેકનીકલી મૃત જાહેર ન થયો હોવાથી પરિવારને કોઈ મદદ મળતી નથી. મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી હતી કે જો એક વર્ષના સમયગાળામાં માછીમારનો મૃતદેહ ન મળી આવે તો સરકારે તેના પરિવારને રૂ.2 લાખની સહાય કરશે. આ સહાય મુખ્યમંત્રી ભંડોળમાંથી આપવામાં આવશે.

-હાલમાં 150 લિટર / મહિનાની મર્યાદામાં 35 લિટર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) કેરોસીનનો ક્વોટા મળે છે તેવા નાના માછીમારોને સરકાર પ્રતિ લીટર રૂ. 25ની સહાય આપશે.

-માછીમારીના બંદરો માટે સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.) મોડેલથી ડ્રેજીંગ યોજના શરૂ કરશે. મેન્ટેનન્સ અને ડ્રેજીંગનું કામ લોક ભાગીદારી દ્વારા કરવામાં આવશે.

-સરકારે ધોરણ 12 પછી કૉલેજ / પોલિટેકનિકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા યુવાનોને ટેબલેટ્સની વહેંચણી શરૂ કરી દીધી છે. હવે સરકાર દ્વારા સરકારી કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીની Wi-Fi ફ્રી ઝોન બનાવવામાં આશે. જેથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વિશ્વ સાથે જોડાઈ શકે.

 

<iframe src=”https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvijayrupanibjp%2Fvideos%2F1643358639050383%2F&show_text=0&width=560″ width=”560″ height=”315″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true” allowFullScreen=”true”></iframe>

error: Content is protected !!