ખેડામાં અમદાવાદ-ઇન્દોર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં 13ના મૃત્યુ, 8 ઈજાગ્રસ્ત

ખેડા, દેશગુજરાત: મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં અમદાવાદ-ઇંદોર હાઈવે પર મંગળવારે સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ થયા અને 8 લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી સ્થાનિક પોલીસે આપી હતી.

આ અકસ્માત બજાપુરા અને પનારા ગામોની વચ્ચે જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મંગળવારે સવારે અંદાજે 3:૦૦ વાગ્યે થયો હતો.

કઠલાલના પીએસઆઈ એ. જી. રાઠોડે જણાવ્યું હતું કે, ક્રુઝર મલ્ટિ યુટિલિટી વ્હિકલ અમદાવાદ જિલ્લાના ધંધુકાથી લોકોને લઈને મધ્યપ્રદેશમાં અલીરાજપુર જઈ રહ્યું હતું. તે દરમિયાન આ વાહન એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ ગયું હતું.

પ્રારંભિક માહિતી અનુસાર તમામ મૃત અને ઈજાગ્રસ્ત મજૂરો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસીઓ હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા.

ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!