અમદાવાદમાં વાજતે-ગાજતે નીકળી જગન્નાથજીની 141મી રથયાત્રા, મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદ:  અમદાવાદમાં વાજતે-ગાજતે નીકળેલી જગન્નાથજીની 141મી રથયાત્રાના દર્શન કરવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.  ખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને સતત બીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું કરાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય અને નાયબ મુખ્યમંત્રી નીતિન એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને 141 માં વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના પણ આ વેળા કરી હતી અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રી એ કચ્છી સમાજ ના સૌ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરના લોકો આ રથયાત્રામાં સમ્મિલિત થાય છે, ઉત્સાહ અનેભક્તિભાવ પૂર્વક તેમાં ભાગ લે છે ત્યારે ભગવાનની અવિરત કૃપા રાજ્ય પર વરસતી રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. રથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે તેવી અભ્યર્થના છે. તેની સાથે સાથે રાજ્યના લોકોને સમૃધ્ધિ અર્પે અને ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી આકાંક્ષા રાખીએ. ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગો આ રથયાત્રામાં અનેરા શ્રધ્ધા-ભાવથી જોડાય છે અને પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રાનું વિશેષ મહત્વ છે. અષાઢી બીજના દિવસે ભગવાનના દર્શનનું પણ એટલું જ મહત્વ છે, એમ તમેણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયરમતી બીજલબેન પટેલ, ધારાસભ્ય જગદીશ પંચાલ, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related Stories

error: Content is protected !!