જસદણમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલા વીંછીયા તાલુકા ભાજપ પ્રમુખ – ઉપપ્રમુખ સહિત 16 સભ્યો કોંગ્રેસમાં જોડાયા

જસદણ: આગામી દિવસોમાં જસદણ વિધાનસભા બેઠક માટે પેટા-ચૂંટણી યોજવાની છે. જેને લઈને હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  ચડસા-ચડસીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ બાદ હવે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. જસદણમાં પેટા ચૂંટણી યોજાય તે પહેલા આજે (રવિવારે) ખેડૂત સંમેલનના નામે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન વીંછીયા તાલુકા ભાજપના પ્રમુખ -ઉપપ્રમુખ સહિત ભાજપના 16 નેતાઓ કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી સમયે જ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

જસદણના જુના માર્કેટ યાર્ડમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસે જસદણની પેટા ચૂંટણીના ઉમેદવારની પસંદગીની જવાબદારી ત્રણ ધારાસભ્યો પૂંજા વંશ, સોમા પટેલ અને વિરજી ઠુમ્મરને સોંપી છે.
ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓમાં વીછીંયા તાલુકા ભાજપા પ્રમુખ નાથા વાછાણી, ઉપપ્રમુખ અરવિંદ ઝાંપડીયા, વીંછીયા યુવા ભાજપા ઉપપ્રમુખ ભરત ગોહિલ, જસદણ શહેર ભાજપના પ્રમુખ ગજેન્દ્ર રામાણી સહિત 16 જેટલા લોકોનો સમાવેશ થાય છે. જેઓ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

error: Content is protected !!