બનાસકાંઠાના પૂરગ્રસ્તોને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ૧,૬૦,૮૦૦ ફ્રુડ પેકેટ મોકલાયા

મહેસાણા, દેશગુજરાત: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઇ છે. બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સીધી અસર થઇ છે. ભારે વરસાદના પગલે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિને પગલે મહેસાણા જિલ્લા કલેકટર આલોક કુમાર દ્વારા જિલ્લામાં લોકોને તેમજ સ્વૈચ્છિક સંસ્થઓને ફુડ પેકેટ માટે અપીલ કરી હતી. જિલ્લા  કલેકટર દ્વારા થયેલ અપીલના પગલે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફ્રુડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરાઇ છે. મહેસાણા જિલ્લામાંથી આજ દિન સુધી ૧,૬૦,૮૦૦ ફ્રુડ પેકેટ અને પાણીના પાઉચ રવાના કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ સહકારી,સરકારી,સેવાકીય અને સંસ્થાઓ દ્વારા ફ્રુડ પેકેટમાં ફુલવડી,સુખડી,બુંદી,ગાંઠીયા,બીસ્કીટ અને નમકીનના પેકેટ સહિત મોકલવાની કામગીરી કરાઇ છે.

મહેસાણા જિલ્લામાંથી ૨૫૦૦ પેકેટ સહયોગ સ્વીટસ,૨૦૦૦ બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ,૫૦૦૦ એ.પી.એમ.સી કડી,૧૫૦૦૦ એ.પી.એમ.સી મહેસાણા,૨૦,૦૦૦ એ.પી.એમ.સી એન્ડ સાંકળચંદ યુનિવર્સીટી,૨૨૦૦૦ નગરપાલિકા મહેસાણા,,૧૧,૦૦૦ જિલ્લા પંચાયત  મહેસાણા,૧૦,૦૦૦ સ્વામી નારાયણ ટેમ્પલ ટ્રસ્ટ વિસનગર,૧૫૦૦૦ ઉમિયા માતાજી ટેમ્પલ ટ્રસ્ટ,૧૦,૦૦૦ એ.પી.એમ.સી ઉંઝા,૩૦૦૦ બીજેપી વિસનગર,૧૦,૦૦૦ વેપારી મંડળ,૨૫૦૦ ઉંઝા તાલુકા પ્રાથમિક શાળા,૪૪૦૦ ઉંઝા પોલીસ સ્ટેશન,૧૫૦૦ જુહુ માતા મંદિર ઉંઝા,૧૪૦૦ આર.કે.ગ્રુપ,૧૦૦૦ વડનગર પોલીસ સ્ટેશન,૫૦૦૦ જી.આઇ.ડી.સી મહેસાણા,૧૦૫૦૦ એ.પી.એમસી વિજાપુર,૯૦૦૦ ફરસાણ અને કેટર્રસ વિજાપુ દ્વારા ફ્રુડ પેકેટ મોકલવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લામાંથી વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાકીય યજ્ઞમાં સહભાગી બન્યા છે.જિલ્લામાંથી આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ફ્રુડ પેકેટ તૈયાર કરવાની કામગીરી અવિરત ચાલું છે.નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર આલોક કુમારના માર્ગદર્શનથી સેવાની સરવાણી શરૂ કરાઇ છે. સેવાયજ્ઞમાં જિલ્લાની સંસ્થાઓ,સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ,નાગરિકો જોડાયા છે.મહેસાણા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા મોકલેલ ફ્ર્રુડ પેકેટની ઉપલ્બધ માહિતી આપેલ છે. આ ઉપરાંત પણ જિલ્લામાં અવરિત
પણે ફ્રુડ પેકેટ મોકલવાની કામગીરી શરૂ છે.

error: Content is protected !!