ગોધરા હાઈવે પર અકસ્માત સર્જાતા 2 પોલીસ જવાનના મોત

ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા હાઈવે પર રોડની સાઈડમાં આવેલી ગટરમાં આજે (શનિવારે) 2 પોલીસકર્મીઓની કાર  ખાબકતા બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ પોલીસકર્મીઓ ઈન્ડીકા કારમાં ખાનગી કામેથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બંને મૃતક પોલીસ જવાનો ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. શહેરાના તાળવા પાસે આ અકસ્માત સર્જાયો હોવાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

error: Content is protected !!