એલફિન્સ્ટન બ્રિજ પર અકસ્માતમાં 22ના મોત

નવી દિલ્હી, દેશગુજરાત: મુંબઈના એલફિન્સ્ટન બ્રિજ પર નાસભાગ મચતા 22 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત અંદાજે 32 લોકોને કેઈએમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 20 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એલફિન્સ્ટન બ્રિજનો કેટલોક ભાગ તૂટવાની અફવાને કારણને નાસભાગ મચી હતી. જોકે, આ અફવા ખોટી હતી.

એલફિન્સ્ટન બ્રિજ પર શુક્રવારે સવારે 10:30 વાગ્યે આ ઘટના બની. અંદાજે 10:20 વાગ્યે વરસાદ શરુ થતા લોકો બ્રીજ પર એકત્ર થઇ ગયા હતા અને તે દરમિયાન જ બ્રિજ તૂટવાની અફવા ફેલાતા નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.


રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે,  અમે પશ્ચિમી રેલ્વેના મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે, દુર્ઘટનાના કારણ જાણવા અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અફવ ફેલાવવા માટે જે કોઈપણ  દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એલફિન્સ્ટન બ્રિજ ક્યાં છે અને શું છે તેની ખાસિયત ?

એલફિન્સ્ટન બ્રિજ એલફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન પર છે. એલફિન્સ્ટન રેલ્વે સ્ટેશન ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય રેલ્વે લાઈનને જોડવા માટે વપરાય છે.

એલફિન્સ્ટન બ્રિજ પરેલ સ્ટેશનને મધ્ય લાઈનને જોડે છે.

એલફિન્સ્ટન બ્રિજ હંમેશા ભીડથી ઘેરાયેલો રહે છે.

એલફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1867માં થયું હતું.

એલફિન્સ્ટન બ્રિજનો એક છેડો એલફિન્સ્ટન રેલ્વે સ્ટેશન પર છે અને બીજો છેડો ફૂટઓવર બ્રીજ મારફતે વડાલા તરફ ઉતરે છે.

એલફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશનનો કોડ PBHD છે અને તેનો નંબર કોડ ૦8127૦27 છે.

એલફિન્સ્ટન બ્રિજ ખુબ જ સાંકડો છે.

એલફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશનનું નામ બોમ્બેના ગવર્નર લોર્ડ એલફિન્સ્ટન (1853-1860)ના નામે રાખવામાં આવ્યું છે. જોકે, 5 જુલાઈએ એલફિન્સ્ટન સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી સ્ટેશન રાખવામાં આવ્યું છે.

error: Content is protected !!