જમ્મુ: પુંચ જિલ્લામાં ખાનગી બસ ખીણમાં ખાબકતા 23 પ્રવાસીનાં મોત, 7ની સ્થિતિ ગંભીર

જમ્મુ-કાશ્મીર : પુંચ જિલ્લામાં આજે (શનિવારે) સવારે એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા બસમાં સવાર 23 પ્રવાસીઓના મોત થયા છે અને 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેટલાક પ્રવાસીઓની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ આંક વધવાની દહેશત સેવાઈ રહી છે.

પુંચ જિલ્લાના ગોલીઓટથી ઉધમપુર જઈ રહેલી ખાનગી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ખીણમાં ખાબકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, શા કારણે અકસ્માત સર્જાયો તેનું કારણ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

ગમખ્વાર અકસ્માતની જાણ થતાં વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલા પ્રવાસીઓને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોતનો ભોગ બનેલા પ્રવાસીઓના શબને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!