પાટીદાર યુવાનો પરના 245 કેસો પરત ખેંચાયા

ગાંધીનગર:  પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામેના કેસો પરત ખેંચવા અંગે ગુરુવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.  નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં કહ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાટીદાર સમાજ સાથે યોજાયેલ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનોને રાજ્ય સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની અપાયેલી ખાતરીના ભાગ રૂપે પાટીદાર અનામત આંદોલન અને ત્‍યારબાદ પોલીસ સાથે થયેલ ધર્ષણ દરમ્‍યાન પાટીદાર સમુદાય ઉપર નોંધાયેલા કેસોમાંથી આજે વધુ ૧૩૬ કેસો પાછા ખેંચાયા છે. ગુરુવારે ૧૩૬ કેસો મળી કુલ અત્‍યાર સુધીમાં ૨૪૫ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્‍યા છે.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ કે, પાટીદાર આંદોલન સમયે રેલવે એકટ હેઠળ નોંધાયેલ કેસો પરત ખેંચવા અંગે ખાસ મંજુરી લેવી જરૂરી છે. રાજય સરકાર દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર પાઠવીને આ અંગેના કેસો પરત ખેંચવા વિનંતી કરવામાં આવી છે. જેની મંજુરી ટુંક સમયમાં મળ્યા બાદ આ કેસો ઝડપથી પરત ખેંચવામાં આવશે.

પત્રકાર પરિષદમાંપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પાટીદાર આંદોલન અને ત્‍યાર પછી પાટીદાર સમુદાયના લોકો સામે નોંધાયેલા કેસો ઝડપથી પરત ખેંચવા જિલ્‍લા મેજીસ્ટ્રેટ અને સંબંધિતોને સુચના આપવામાં આવી છે. ૪૨ સિવાયના બાકીના કેસો આગામી બે-ત્રણ દિવસમાં પરત ખેચવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ઉપરાંત આ આંદોલન દરમ્‍યાન નોંધાયેલા મોટા અને ગંભીર કેસો અંગે આગામી સમયમાં અલગથી નિર્ણય કરવામાં આવશે.

error: Content is protected !!