ભારત સહીત 128 દેશ જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરવાના ટ્રમ્પના નિર્ણયની વિરુદ્ધમાં

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરી હતી પરંતુ આ અંગે ભારત સહિત 128 દેશોએ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં જેરૂસલેમને ઈઝરાયલનું પાટનગર જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ગુરુવારે યુએનજીએમાં રિઝોલ્યૂશન લાવવામાં આવ્યું હતું, જેમાં જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની ન માનવાની વાત કરવામાં આવી હતી. 128 દેશોએ આ રિઝોલ્યૂશનને સમર્થન આપ્યું છે. જેમાં 9 દેશોએ તેના વિરોધમાં મત આપ્યો છે. જોકે, 35 દેશોએ આ બાબતમાં કોઈ રસ દાખવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે વિરોધીઓને નજર અંદાજ કરીને 6 ડિસેમ્બરે મોડી રાતે જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરી કહ્યું હતું કે, તેલ અવીવમાં આવેલી તેમની એમ્બેસીને પણ આ પવિત્ર શહેરમાં શિફ્ટ કરવામાં આવશે.

error: Content is protected !!