રાજકોટમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

રાજકોટ, દેશગુજરાત: રાજકોટથી 27  કિ.મી. દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ (પૂર્વ દક્ષિણ પૂર્વ) તરફના વિસ્તારમાં બુધવારે બપોરે 11:10  વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકાની તીવ્રતા ૩.૧ હતી. જોકે,  આ આંચકાની  તિવ્રતા હળવી હોવાથી તેની વધુ અસર થઈ ન હતી. આ સાથે જ કચ્છના રાપરમાં પણ બપોરે 11:15 વાગ્યે 1.8ની તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

 

error: Content is protected !!