ભાવનગર : સિંહના 4 નખની ડિલિવરી આપવા જતા 3 શખ્સોને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા

જૂનાગઢ: જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે 3 શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ભાવનગર જિલ્લાનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને 2 નખની ડિલિવરી આપવા જતા શખ્સો ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમની પાસસેથી મળી આવેલા સિંહના નખની ભાવનગર વન વિભાગે વેટરનરી અને એફએસએલન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મળી આવેલા નખ સિંહના અસલી નખ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને લઈને આ નખ તેઓ ક્યાંથી લાવ્યા, કેટલા સમયથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં આ રીતે કેટલા નખની ડિલિવરી કરવામાં આવી છે તે બાબતે વન અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

સિંહના નખ સાથે પકડાયેલા શખ્સોમાં તાલાલાનાં રાયડી ગામના દાના દેવાયત ગરાણીયા અને જીલુ ભીખા કામલીયાને વન વિભાગની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જોકે, શરૂઆતમાં આરોપીઓએ આ નખ દીપડાના હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું, તપાસ બાદ નખ સિંહના હોવાની જાણ થતા જ વન વિભાગની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આરોપીએ ધારીના પાનિયા રેન્જમાંથી 5 વર્ષ પહેલા પહેલા એક સિંહના મૃતદેહમાંથી નખ લીધા હોવાની કાબુલાત કરી હતી. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!