સુરતમાં સ્કૂલની વાનમાં આગ લાગતા ડ્રાઈવર સહીત 3 બાળકોને ઇજા

સુરત, દેશગુજરાત:  શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આજે (ગુરુવારે) સવારે સ્કૂલવાનમાં અચાનક આગના લાગવાને કારણે શહેરની જાણીતા શાળાના બે છોકરીઓ સહિત ત્રણ વિદ્યાર્થીઓ દાઝી ગયા હતાં.

પોલીસે કહ્યું હતું કે, અઠવાલાઇન્સમાં આવેલી સેવન ડે સ્કુલના 12 વિદ્યાર્થીને અલથાણ વિસ્તારમાંથી લઈને નીકળેલા વાનમાં ઘોડદોડ રોડ પર આવેલી બીએસએનએલની ઓફીસ નજીક સવારે 7 વાગ્યે અચાનક આગ લાગી ગઈ હતી. વાનની સીએનજી કિટમાં કેટલીક સમસ્યાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

સળગતા વાનમાંથી ડ્રાઈવરે 9 વિદ્યાર્થીને બહાર કાઢ્યા હતા પરંતુ 3 વિદ્યાર્થીઓ પાછળની બાજુ ફસાઈ ગયા હતા. એ ત્રણ વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરને આ આગમાં ઈજા પહોંચી હતી. આ સાથે જ મોર્નીગ વોક પર નીકળેલા એક વ્યક્તિએ કાચ તોડીને અંદર ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.

ઘાયલ થયેલા 3 વિદ્યાર્થીઓ હાથ, પગ અને ચહેરાના ભાગે દાઝી ગયા હતા. જેને  ગ્રૂપ દ્વારા સંચાલિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ તે વિદ્યાર્થીનો સ્કુલ દ્વારા સંચાલિત છે. સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ ઈજાગ્રસ્ત બાળકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતાં.

ખાનગી વાન સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું હોવાથી વિદ્યાર્થીના સ્કુલ બેગ પણ બળીને ખાક થઇગયા હતા.

error: Content is protected !!