પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગતા 3 વિદ્યાર્થીનીઓના મોત, 13 ઈજાગ્રસ્ત

રાજકોટ: ઉપલેટામાં આવેલા પ્રાંસલામાં યોજાઈ રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં શુક્રવારે રાત્રે ભીષણ આગમાં ૩ વિદ્યાર્થીનીઓના મોત નીપજ્યા હતા. 100થી વધારે ટેન્ટમાં આગ લાગતા રાજકોટ, જૂનાગઢ, ઉપલેટાથી ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી.

શોટસર્કિટના કારણે પ્રાંસલામાં લાગેલી આગમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીઓમાં એક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાની રહેવાસી, બીજી સાયલાની અને  ત્રીજી મોરબી જિલ્લાની રહેવાસીનો સમાવેશ થાય છે. ઘટના બાદ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારને જાણ કરવામાં આવી હતી.  

આ ઘટનામાં 15 જેટલી વિદ્યાર્થિનીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કલેક્ટરના કહેવા પ્રમાણે, 300 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે. આ ઘટના બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!