ગુજરાતમાં ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવામાં આવશે : મનસુખ માંડવિયા

ગાંધીનગર: પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે.

દ્વારકા ખાતે 43 મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે 30મીટર ઊંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે 40 મીટર ઊંચાઈની દીવાંદાડી આવેલ છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહીં આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઈ શકે તે હેતુથી આ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસાવવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરેલ છે.

આ દીવાદાંડીમાં મુલાકાતી રૂમ, માહિતી માટે વિશેષ ડેસ્ક, મેરીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતા એલઈડી, ફાઉન્ટેન, દરિયાકાંઠે વોક-વે, લેન્ડસ્કેપિંગ, ટોઈલેટ બ્લોક, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરીને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.

આ સાથે અલંગના જહાજ ઉદ્યોગને મદદરૂપ થવા ભારત સરકાર દ્વારા રૂપિયા 215 કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવશે. અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડનું વર્ષોથી જમા થયેલ ફેરસ ભંડોળ ફાળવવામાં આવ્યું નહોતું જેથી તાજેતરમાં સરકાર દ્વારા આ ફેરસ ભંડોળ ફાળવવાનો નિર્ણય કરેલ છે. કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે કાર્યરત થયા છે ત્યારથી અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને ‘ગ્રીન શીપ રીસાયકલ યાર્ડ’ તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને વિશ્વકક્ષાનું ઈકો ફ્રેન્ડલી શીપ રીસાયકલ યાર્ડ બને તથા વિશ્વની તમામ પ્રકારની શીપનું રીસાયકલીંગ થાય તે માટે સુવિધાઓ વિક્સાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નેવીના શીપનું પણ અલગ ખાતે રીસાયક્લીંગ થાય તે મુજબની સુવિધાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને ફાળવામાં આવેલ ફેરસ ભંડોળના ઉપયોગથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડ એસોસિએશન દ્વારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનાં વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ  હાથ ધરવામાં આવશે જેમાં અલંગ યાર્ડમાં કાર્યરત પ્લોટ ધારક/કંપનીને ISO સર્ટીફીકેશન મેળવવામાં સહાય, પ્લોટ ધારકો/કંપનીને પ્લોટમાં પાકુ ફ્લોરીંગ બનાવવા સહાય, સમગ્ર અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં અગ્નિશામક પાણી લાઈન, યાર્ડમાં LPG/CNGની પાઈપલાઈન, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડને બાઉન્ડ્રી વોલ તથા સર્વિસ રોડ, સમગ્ર શીપ-બ્રેકીંગ યાર્ડમાં ગટર લાઈન તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નાઈટ વિઝન સાથેના ડીજીટલ સિક્યોરીટી કેમેરા, અકસ્માતે મૃત્યુ પામતા કામદારને રૂ. 5 લાખ સુધીની સહાય, અકસ્માતે કાયમી અપંગતા પામતા મજૂરોને રૂ. 2.50 લાખ સુધીની સહાય, લેબર હાઉસીંગ કોલોની, મજૂરો માટે યુનિવર્સલ આઈડેન્ટિટી કાર્ડ સાથે સલામતી વ્યવસ્થા, અલંગ પર ઐતિહાસિક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, મજૂર તાલીમના મોડ્યુલનું આધુનિકરણ, મજૂરો માટે કામદાર હોસ્પિટલનાં નિર્માણમાં સહાય વિગેરે કાર્યો આ ફેરેસ ભંડોળમાંથી હાથ ધરવા ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.

error: Content is protected !!