દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં 3 આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી, તંત્ર એલર્ટ

દિલ્હી : દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં 3 આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસ નજીક હોય આતંકવાદી હુમલાની આશંકા છેલ્લા ઘણા સમયથી સેવવામાં આવી રહી છે, તેવા સમયે આતંકવાદીઓ આવ્યા હોવાના સમાચારને લઇ ખળભળાટ મચી ગયો છે. ફોન કોલ આંતરીને વિગતો મેળવવામાં આવી રહી છે. તમામ આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરના પુલવામામાંથી આદેશો મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!