અમદાવાદ: ધોરણ 10ની માન્યતા ન ધરાવતી ન્યૂ નવચેતન શાળાના 32 વિદ્યાર્થીઓ આખરે આપી શકશે બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આવતી કાલ (12 માર્ચ, સોમવાર)થી શરૂ થવાની છે. રાજ્યની મોટાભાગની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દેવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે પૂર્વ અમદાવાદમાં મેઘાણીનગરની ન્યૂ નવચેતન નામની શાળાને ધોરણ 9 અને 10ની મંજૂરી ન હોવા છતાં વર્ષ દરમિયાન 32 વિદ્યાર્થીને ભણવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેઓને બોર્ડના પરીક્ષાર્થીને હોલ ટિકિટ ન મળતાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. વિદ્યાર્થીઓ પાસેથી મહિને રૂ. 700ની ફી પણ ઉઘરાવવામાં આવતી હતી.

વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા લઈને વાલીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે પહોંચી ગયા હતા. જે બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, જવાબદારો સામે પગલા ભરવામાં આવશે.આ સાથે જ સરકારે આ અંગે વિદ્યાર્થીઓના ભાવિનું વિચારીને તેમને પરીક્ષા આપવાની છૂટ આપી દીધી છે. બીજી તરફ જીલ્લા શિક્ષણ અધિકારીની પોલીસ ફરીયાદનાં આધાર પર મેઘાણીનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, શાળાના બે ટ્રસ્ટીઓ સુરેશ દવે અને હરિશ દેસાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ટ્રસ્ટીએ કહ્યું કે, એક શિક્ષકે મારી પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. આ શિક્ષકે ગમે તેમ કરી ધોરણ 9 અને 10ની શાળાને માન્યતા અપાવવાની વાતો કરી હતી અને વર્ગો ચાલુ રખાવ્યા હતા. ભોપાળું સામે આવતા આ શિક્ષક ફરાર થઈ ગયો છે.

error: Content is protected !!