દેવા માફી મુદ્દે પગપાળા રેલી યોજી મુંબઈ પહોંચ્યા મહારાષ્ટ્રના 35,000 ખેડૂતો, સરકાર વાતચીત કરવા તૈયાર

મુંબઇ: દેવા માફી સહિતની વિભિન્ન માંગોને લઇને નાસિકથી પગપાળા રેલી યોજીને નીકળેલા મહારાષ્ટ્રના 35,000થી વધુ ખેડૂતોએ સોમવારે મુંબઇ પહોંચ્યા હતા. 6 માર્ચે નાસિકથી નીકળેલા આ ખેડૂતો રોજનું 30 કી.મી.નું અંતર કાપી આજે (12 માર્ચે) મુંબઈ પહોંચ્યા હતા. તેઓ મુંબઈ પહોંચી વિધાનસભામાં પોતાની માંગને લઈને રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરવાના અહાતા. જોકે, તેઓએ કહ્યું કે, તેઓ નથી ઇચ્છતા કે તેમના કારણે કોઇ નુકસાન કે પરેશાની થાય. જેના કારણે તેઓએ પ્રદર્શન કરવાનું ટાળ્યું હતું.

આ અંગે ખેડૂતો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થશે. ખેડૂતો પોતાની માંગોને લઇને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. ખેડૂતોએ સોમવારે સવારે જ આઝાદ મેદાન પહોંચી ત્યાં ડેરો જમાવ્યો હતો. શિવસેના સહિત વિપક્ષી દળોની ઘટક શિવસેનાએ આ આંદોલનને ખુલીને સમર્થન આપ્યું છે. એમએનએસ ચીફ રાજ ઠાકરે પણ રવિવારે ખેડૂતોની સભાને સંબોધિ સંબોધિત કરી હતી. જોકે, એટલી મોટી સંખ્યામાં ખેડૂતો શહેરમાં આવ્યા હોવા છતાં શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં કોઇ ફેરફાર ન કરાયો હોવાનું પોલીસે જણાવ્યું છે,કરવામાં આવ્યો નથી.

https://cdn.thewire.in/wp-content/uploads/2018/03/12120751/IMG-20180312-WA0002.jpgv

ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય ખેડૂત સભાએ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી સહિત અન્ય માંગોને લઇને નાસિકથી મુંબઇ સુધી યાત્રાની હાંકલ કરી હતી અને તેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. તેમનું માનવું છે કે સરકાર ખેડૂતોના વિકાસ માટે અસરકારક નીતિઓ બનાવવામાં અસફળ રહી છે.

Farmers have walked for six days to reach Mumbai

બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર વાતચીત માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે રવિવારે રાત્રે કહ્યું હતું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. અમે તેમની સાથે વાત કરીશું અને તેમના મુદ્દાઓને ઉકેલીશું. સરકાર તેમની માંગણીને લઇને સકારાત્મક વલણ અપનાવશે.

error: Content is protected !!