સુરત: મહિધરપુરામાં 4 માળનું મકાન નામી પડતા ભયનો માહોલ, મકાન ખાલી કરી તોડી પાડવા પાલિકાનો આદેશ

સુરત: મહિધરપુરા વિસ્તારમાં આવેલું એક ચાર માળનું મકાન નમી પડતાં સ્થાનીકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક મકાન નમી પડતાં અંદર વસવાટ કરતાં લોકો ડરને કારણે બહાર દોડી આવ્યાં હતાં. જ્યારે મકાન નમી પડતાં જ પાલિકા દ્વારા મકાનને તોડી પાડવાની નોટિસ પાઠવવામાં આવતા તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.

બંદુગરા નાકાના લાલ દરવાજા વિસ્તારમાં ચાર માળનું એક મકાન એક તરફ નમી ગયું હતું. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો અને મકાનમાં રહેતા લોકો બહાર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નમેલા મકાનને જોવા માટે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરી તેને તોડી પાડવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!