પોલીસ પર હુમલો કરનાર આંતરરાજ્ય વાહન ચોર ગેંગના માસ્ટરમાઈન્ડ સહિત 4ની ધરપકડ

અમદાવાદ, દેશગુજરાત: મહેસાણા વોટર પાર્ક નજીક ટોલ પોઈન્ટ પર ફિલ્મીઢબે હીટ એન્ડ રન અને બાદમાં પોલીસ પર ફાયરીંગ કરનાર    આંતરરાજ્ય વાહન ચોર ગેંગના મુખ્યા સહિત 4 ગુનેગારોની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે

ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટે આજે (ગુરુવારે) કહ્યું હતું કે, કુખ્યાત વાહન ચોર ગેંગના રીંગ નેતા ભજનલાલ બિસ્નોઈ સફેદ સ્કોર્પિયોમાં તેના ગેંગના અન્ય સભ્યો સાથે બુધવારે રાત્રે રાજસ્થાનના સાંચોરથી અમદાવાદ તરફ આવતા હતા. આ દરમિયાન પોલીસે અડાલજ ટોલ પોઇન્ટ પર વોચ ગોઠવી હતી. આગળની સીટ પર બેઠેલા ભજનલાલે પોલીસને જોયા બાદ પાછળની સીટમાં બેઠેલા અન્ય લોકોને ચેતવણી આપી અને બે પોલીસ અધિકારીઓ અને એક ટોલ મેનને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સ્કોર્પિયો લઈને  મહેસાણા તરફ ભાગી ગયા હતા. પોલીસે તેમનો પીછો કર્યો તે દરમિયાન વોટર પાર્ક નજીક બિસ્નોઈ અને તેમની ગેંગે પોલીસ પર ઓપન ફાયર કર્યું હતું. પોલીસે પણ વળતો જવાબ આપતા ગેંગના એક સભ્યને  ઇજા પહોંચી હતી. નરેશ તરીકે ઓળખાતા આ શખ્સને  હાલ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રસ્તાના અંત પર સ્કોર્પિયો પહોંચી જતા નરેશ સહીત 3ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી ભાગવામાં સફળ રહેલા ભજનલાલને બાદમાં ડીસા-પાલનપુર હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ભટ્ટે કહ્યું કે, અમદાવાદમાં વાહનોની ચોરીની અસંખ્ય ઘટનાઓ અને ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ ચોઈની ઘટનામાં આ ગેંગની સંડોવણી છે.

error: Content is protected !!