અમરેલી: એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસમાત સર્જાતા 4 મુસાફરોના મોત , 25 ઈજાગ્રસ્ત

અમરેલી, દેશગુજરાત: ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન હેઠળના કેરાળા ગામ નજીક પુરપાટ ઝડપે આવેલી ટ્રક જીએસઆરટીસીની બસ (એસટી બસ) સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર મુસાફરો મૃત્યુ પામ્યા હતા અને અન્ય 25 લોકો ઘાયલ થયા હતા.

પોલીસે કહ્યું કે, સાવરકુંડલા – ઊંઝા એસટી બસ એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં હિંમતભાઈ સરવૈયા (83), રોહિત સરવૈયા (40), અઝિનબાનૂ (03) અને દ્વીનેત્ર ચૌહાણ (23)ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 25 અન્ય લોકો ઘાયલ થયા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત ત્રણ મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!