ગુજરાત અર્બન હેલ્‍થ પ્રોજેકટ અંતર્ગત નગરપાલિકાઓના અર્બન હેલ્‍થ સેન્‍ટર માટે 489 ઉમેદવારોને નિમણૂક કરાશે: રાજ્ય સરકાર

ગાંધીનગર :  રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, ગુજરાત અર્બન હેલ્‍થ પ્રોજેકટ અંતર્ગત રાજયની નગરપાલિકાઓના અર્બન હેલ્‍થ સેન્‍ટર માટેની ફીમેલ હેલ્‍થ વર્કરની ભરતીથી નગરપાલિકા વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ વધુ સુદૃઢ બનશે. તેમણે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી  વિજય રૂપાણીના નેતૃત્‍વમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને રોજગારી આપીને દેશમાં ગુજરાત રાજય અગ્રેસર રહયું છે ત્‍યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી કાર્યવાહી પૂર્ણ થતાં નગરપાલિકાઓના અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે રાજય સરકારે ૪૮૯ ઉમેદવારોને સીધી ભરતીથી નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, રાજ્યની નગરપાલિકાઓમાં આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા માટે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત નગરપાલિકાઓના અર્બન હેલ્થ સેન્ટર માટે ફીમેલ હેલ્થ વર્કરની બે તબક્કે કુલ-૬૦૩ જગ્યા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આ જગ્યાઓ ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નિયત ભરતી પ્રક્રિયા અનુસરી કુલ-૫૨૪ ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરી ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેરીટ આધારીત સ્થળ પસંદગી માટે, પસંદ થયેલ ઉમેદવારોને રૂબરૂ બોલાવી નિમણૂંક માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. જે અનુસાર કુલ-૪૮૯ ઉમેદવારો રૂબરૂ ઉપસ્થિત રહેલ હતા જ્યારે બાકી રહેલ ૩૫ ઉમેદવારોને પણ તા.૧૩.૧૧.૨૦૧૮ ના રોજ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને સ્થળ પસંદગી માટે ઉપસ્‍થિત રહેવા પુનઃ જણાવવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં હાજર રહેલ કુલ-૪૮૯ ઉમેદવારોને સીધી ભરતીથી પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂા. ૧૯,૯પ૦/-ના ફીકસ પગારથી, સરકારની પ્રવર્તમાન નીતિ મુજબની શરતો અને બોલીઓને આધીન નિમણૂંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

error: Content is protected !!