અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા કાલુપુરમાં ચોથું ટનલ બોરીંગ મશીન લોન્ચ

અમદાવાદ:  મેગા કંપની દ્વારા અમદાવાદ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ સેકશનનું ચોથું ટનલ બોરીંગ મશીન કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લોન્ચ કરવામાં આવ્યું. બુલેટ ટ્રેન (હાઇ સ્પીડ રેલ), મેટ્રો અને રેલવે ઇન્ટીગ્રેશન સાથે કાલુપુર ભવિષ્યમાં જાહેર પરિવહન માટેનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. એમ.ડી. મેગા કંપની દ્વારા માહિતી આપવામાં આવેલ કે, પ્રાયોરીટી રીચ, વાયડક્ટની કામગીરી પૂરી થયેલ છે અને ટ્રેક તથા ટ્રેકશનના કામો પ્રગતિમાં છે. પ્રાયોરીટી રીચના સ્ટેશનો પણ પૂર્ણતાના આખરી તબક્કામાં છે. એપેરેલ પાર્ક ડેપો ખાતેની કામગીરી સપ્ટેમ્બર, ર૦૧૮ સુધીમાં પૂરી થનાર છે, અને ઓકટોબર, ર૦૧૮ સુધીમાં ઓપરેશન માટે તૈયાર થઇ જશે. રોલીંગ સ્ટોક ટેન્ડરમાં અસફળ બીડર (સી.આર.આર.સી, ચાઇના કંપની) દ્વારા નામદાર હાઇકોર્ટ/સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કરવાના કારણે ૧પ માસ જેટલા સમયનો વિલંબ થયો.

નોર્થ-સાઉથ રીચમાં બન્ને છેડેથી કામગીરી શરુ થઇ ગયેલ છે. વાયડક્ટની કામગીરી પ કી.મી. જેટલી પૂરી થવા ઉપર છે, તેમજ સ્ટેશનોના આર.સી.સી. બાંધકામની કામગીરી પ્રગતિમાં છે. પશ્ચિમ ભાગમાં વાયડક્ટની કામગીરી ર કી.મી. કરતાં વધુ પૂરી થઇ ગયેલ છે તથા બીજા ર કી.મીટર જેટલું વાયડક્ટનું કામ હાથ ઉપર લેવાયેલ છે, જયાં હાલ લોન્ચીંગની કામગીરી ચાલી રહી છે. હાલના ગાંધી બ્રિજને સમાંતર નવા મેટ્રો બ્રિજની કામગીરી ચાલી રહી છે, જ્યાંથી એલિવેટેડ વાયડક્ટ સાબરમતી નદી ક્રોસ કરીને શાહપુર પાસે અન્ડરગ્રાઉન્ડ સેકશન સાથે જોડાશે. અત્યાર સુધીમાં ત્રણ ટી.બી.એમ દ્વારા લગભગ ૦.૬ કી.મી.ના ટનલની કામગીરી પુરી થયેલ છે.

એમ.ડી. મેગા કંપનીએ નેશનલ મોનુમેન્ટ ઓથોરીટીના માન.અધ્યક્ષશ્રી તેમજ તેમના સભ્યોનો અમદાવાદ મેટ્રો પ્રોજેકટના અન્ડરગ્રાઉન્ડ સેકશનને ASI રક્ષિત સ્મારકો માટેના કાયદા હેઠળ મંજૂરી આપવા બદલ આભાર વ્યકત કરેલ. વધુમાં અમદાવાદ મેટ્રોની અન્ડરગ્રાઉન્ડ ટનલ એએસઆઇ દ્વારા રક્ષિત જાહેર કરેલ ૧૦ સ્મારકો મળવાપાત્ર મંજૂરીના વિસ્તારમાંથી પસાર થાય છે. મેગા કંપની દ્વારા અમદાવાદના વર્લ્ડ હેરીટેજ સીટીના દરજ્જાને ધ્યાનમાં રાખી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ નકકી કરવામાં આવેલ છે તેમજ આ રક્ષિત જાહેર કરેલ મોનુમેન્ટ ઉપર મેટ્રોના બાંધકામ સમયે અથવા સંચાલન સમયે કોઇ પણ પ્રકારની વિપરીત અસર ન થાય તે રીતની તમામ વ્યવસ્થા નકકી કરવામાં આવેલ.

error: Content is protected !!