ગોંડલ: ખાનગી કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખી રૂ. 5.70 લાખની લૂંટ

રાજકોટ: ગુજરાતમાં ચોરી અને લૂંટનાં બનાવોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.  ગોંડલમાં આજે (મંગળવારે) એક ખાનગી કંપનીનાં કર્મચારીની આંખમાં મરચું નાખી તેની પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.

માહિતી મુજબ, રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં આવેલી બૉમ્બે હોટલ સામે અચાનક ધસી આવેલા લૂંટારૂઓએ ખાનગી કંપનીનાં કર્મચારીની આંખમાં મરચું નાંખ્યું હતું અને ત્યારબાદ રૂ. 5.70 લાખની લૂંટ ચલાવી રફુચક્કર થઇ ગયા હતા.

ઘટના બાદ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા સ્થાનિક પોલીસે લૂંટારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!