જમ્મુ-કાશ્મીર: વૈષ્ણોદેવીના ત્રિકૂટા પર્વતનાં જંગલોમાં લાગેલી આગમાં 5000 લોકો ફસાયા

કટરા: જમ્મુ-કાશ્મીરના જાણીતા વૈષ્ણોદેવીના ત્રિકૂટા પર્વતનાં જંગલોમાં લાગેલી આગ વાયુ વેગે આગળ પ્રસરી રહી છે. એક તરફ જંગલમાં લાગેલી આગ બુઝાવવા માટે તંત્ર કામે લાગ્યું છે અને બીજી તરફ પર્વત પર હજુ 5000 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

ભયજનક આગને કારણે હાલ આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આ‍વી છે તેમજ બંને તરફના ટ્રેકને પણ બંધ કરી દેવામાં આ‍વ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેથી આ વિસ્તારમાં લાગેલી આગમાં કુલ 20  હજાર લોકો ફસાઈ ગયા છે, જેમાં પર્વત પર ફસાયેલા 5000 લોકો હાલ વૈષ્ણોદેવી મંદિર પાસેના ભવનમાં રોકાયા છે. જંગલ વિસ્તારમાં આગના કારણે મંદિર તરફ જતો 13 કિમીનો નવો ટ્રેક પણ હજુ બંધ જ રાખવામાં આવ્યો છે. પહેલાં બંને ટ્રેક બંધ કરાયા હતા પણ હવે જૂનો ટ્રેક ખોલી દેવામાં આવ્યો છે.

મળતો માહિતી મુજબ, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ એરફોર્સનાં એમઆઈ-17  હેલિકોપ્ટરને આગ બુઝાવવાના કામે લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ફાયર ફાઈટરની ટીમો અને વન વિભાગની ટીમો પણ આગ બુઝાવવાના કામમાં જોતરાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જંગલમાં આગ લાગી તેને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આગ હજુ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ પ્રસારીને જમ્મુ-કસ્શ્મીરના જંગલો સુધી પહોંચી છે.

error: Content is protected !!