ગુજરાતી ફિલ્મોના વિકાસ-પ્રોત્સાહન માટે કુલ 32 કેટેગરીમાં 53 એવોર્ડ એનાયત

ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ-પ્રોત્સાહન માટે નવી ચલચિત્ર નીતિ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૩૨ કેટેગરીને લક્ષમાં લઇને પારિતોષિકો જાહેર કરી, એનાયત કરવામાં આવે છે.

રાજ્યના માહિતી ખાતા દ્વારા વર્ષ-૨૦૧૩- ૧૪, વર્ષ-૨૦૧૪- ૧૫ અને વર્ષ-૨૦૧૫- ૧૬ એમ ત્રણ વર્ષના નિર્માણ પામેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી, જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરી છે.

આ પારિતોષકોમાં વર્ષ-૨૦૧૩- ૧૪ દરમિયાન છ કેટેગરીમાં પારિતોષિક જાહેર કરાયા છે, જેમાં મુખ્યત્વે ગોવિંદ ઠાકોર રીક્ષાવાળો ફિલ્મમાં પોતાનો કંઠ આપનારા કીર્તિદાન ગઢવીને શ્રેષ્ઠ પાશ્વગાયક અને મા-બાપના આશીર્વાદ ફિલ્મ માટે વાસુ પાઠકને શ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે પસંદ કરાયા છે.

આ જ રીતે વર્ષ-૨૦૧૪- ૧૫માં નિર્માણ પામેલી બે યાર ફિલ્મે શ્રેષ્ઠ ચલચિત્ર ઉપરાંત શ્રેષ્ઠ દિગ્દર્શન – અભિષેક જૈન, શ્રેષ્ઠ અભિનેતા – પ્રતિક ગાંધી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સંગીત સહિતની ૧૪ કેટેગરીમાં ચૌદ પારિતોષિક મેળવી મેદાન માર્યું હતું. જ્યારે વર્ષ-૨૦૧૫- ૧૬માં નિર્માણ પામેલી પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન – વિજયગીરી બાવા, શ્રેષ્ઠ અભિનેતા – મેહુલ સોલંકી સહિતની વિવિધ દસ કેટેગરીમાં પારિતોષિક વિેજેતા બનીને અગ્રેસર રહી હતી. જ્યારે આ જ વર્ષે નિર્માણ પામેલી હુ તુ તુ – આવી રમતની ઋતુ ફિલ્મે દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે વિવિધ આઠ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. આ ફિલ્મની અભિનેત્રી શિતલ શાહે વર્ષ-૨૦૧૫- ૧૬ના શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો અને શ્રેષ્ઠ નિદર્શન દ્વિતીય ક્રમનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત આ જ ફિલ્મનું શીર્ષક ગીત ગાનારા પાર્થિવ ગોહિલને શ્રેષ્ઠ પાર્શ્વગાયક અને આ જ વર્ષે નિર્માણ પામેલી બસ એક ચાન્સ ફિલ્મમાં લાગી રે….. લગન કર્ણપ્રિય ગીતમાં કંઠ આપનાર ઐશ્વર્યા મજમુદારને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે પારિતોષિક એનાયત કરાયો હતો.

રાજ્યના માહિતી ખાતા દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ-૨૦૧૩- ૧૪માં છ પારિતોષિક, વર્ષ- ૨૦૧૪-૧૫માં ૨૨ પારિતોષિક અને વર્ષ-૨૦૧૫- ૧૬માં ૨૫ પારિતોષિક મળી કુલ ૫૩ પારિતોષિક એનાયત કરાયા છે. આ પારિતોષિકો માટે જુદી જુદી કેટેગરીમાં ૧૬ જેટલા ગુજરાતી ચલચિત્રોની પસંદગી કરાઇ છે.

પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓ

વર્ષ-૨૦૧૩- ૧૪

ક્રમ      પારિતોષિકની કક્ષા                          ચલચિત્રનું નામ                               કલાકારનું નામ
1.       શ્રેષ્ઠ પાશ્વગાયક ગોવિંદ ઠાકોર            રીક્ષાવાળો                                          કિર્તિદાન ગઢવી
2.       શ્રેષ્ઠ બાળ કલાકાર                        મા બાપના આશિર્વાદ                                વાસુ પાઠક
3.       શ્રેષ્ઠ સંગીત નિર્દેશક                      પાટણ થી પાકિસ્તાન                                મહેશ ભંવરીયા
રૂચિત પટેલ
4.       શ્રેષ્ઠ છબીકલા                                       રઘુવંશી                                              વિરલ પટેલ
5.       શ્રેષ્ઠ સંકલનકાર                            પાટણ થી પાકિસ્તાન                                  અશોક રૂમડે
6.       શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડીસ્ટ                           રઘુવંશી                                             ઇશ્વરભાઇ પટણી

વર્ષ-૨૦૧૪- ૧૫

1.      શ્રેષ્ઠ ચલચિત્ર                                           બેયાર                                                   નયન જૈન
2.     પ્રોત્સાહક ઇનામ                                      વિશ્વાસઘાત                                   પરેશ ચિમનલાલ સંઘવી
3.     શ્રેષ્ઠ દિગ્દર્શક                                             બેયાર                                                 અભિષેક જૈન
4.    દ્વિતિય શ્રેષ્ઠ દિગ્દર્શક                                વિશ્વાસઘાત                                       એમ.બી.બાપોદરા

5.     શ્રેષ્ઠ અભિનેતા                                          બેયાર                                                   પ્રતિક ગાંધી
6.     શ્રેષ્ઠ અભિનેત્રી                                      અગ્નિ પરીક્ષા                                       પ્રીનલ ઓબેરોય
7.      શ્રેષ્ઠ સહાયક અભિનેતા                            બેયાર                                                   અમિત મિસ્ત્રી
8.      શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી            સાચી પ્રિત કરનારા દુનિયાથી ડરતા નથી             પ્રતિમા ટી.
9.      શ્રેષ્ઠ પાશ્વગાયક                       સાચી પ્રિત કરનારા દુનિયાથી ડરતા નથી            ઉમેશ બારોટ
10.    શ્રેષ્ઠ પાશ્વગાયિકા                          સાથિયો ચાલ્યો ખોડલધામ                             કિંજલ પરમાર
11.   ખાસ ઉલ્લેખનિય અભિનય               આપણે તો ધિરૂભાઇ                                        ભકતિ રાઠોડ
12.   શ્રેષ્ઠ વારતા લેખક                                    બે યાર                                         ભાવેશ માંડલિયા અને નિરેન ભટ્ટ
13.    શ્રેષ્ઠ સંગીત નિર્દેશક                                બે યાર                                          સચિન સંઘવી અને જીગર સરૈયા
14.    શ્રેષ્ઠ કલા નિર્દેશક                                    બે યાર                                                       નિરજ શાહ
15.    શ્રેષ્ઠ છબીકલા                                         બે યાર                                                        પુસ્કરસિંહ
16.   શ્રેષ્ઠ સંકલન કાર                                      બે યાર                                        સત્ચિત પૌરાણી અને નિરવ પંચાલ
17.    શ્રેષ્ઠ ગીતકાર                                           બે યાર                                                         નિરેન ભટ્ટ
18.    શ્રેષ્ઠ પટકથા લેખક                                 બે યાર                                          ભાવેશ માંડલિયા અને નિરેન ભટ્ટ
19.     શ્રેષ્ઠ સંવાદ લેખક                                  બે યાર                                          ભાવેશ માંડલિયા અને નિરેન ભટ્ટ

20.     શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડીસ્ટ ગીતો                  બે યાર                                                      અનમોલ ભાવે
21.      શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડીસ્ટ ચિત્ર                    બે યાર                                                    અજિતસિંહ રાઠોર
22.      શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક સાચી         પ્રિત કરનારા દુનિયાથી ડરતા નથી                           રામદેવન

૨૦૧૫-૧૬

1.     શ્રેષ્ઠ ચલચિત્ર                                 પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                             ટિંવકલ વિજયગીરી
2.    દ્વિતિય શ્રેષ્ઠ ચલચિત્ર                        હું તુ તુ તુ – આવી રમતની ઋતું                               હિના શાહ
3.    પ્રોત્સાહક ઇનામ                                    બસ એક ચાન્સ                                               કિર્તન એચ.પટેલ
4.    શ્રેષ્ઠ દિગ્દર્શક                                 પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                               વિજયગીરી બાવા
5.    દ્વિતિય શ્રેષ્ઠ દિગ્દર્શક                      હું તુ તુ તુ – આવી રમતની ઋતું                                શીતલ શાહ
6.    શ્રેષ્ઠ અભિનેતા                               પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                                 મેહુલ સોલંકી
7.    શ્રેષ્ઠ અભિનેત્રી                               હું તુ તુ તુ – આવી રમતની ઋતું                                 શીતલ શાહ
8.    શ્રેષ્ઠ સહાયક અભિનેતા                  પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                                 મૌલિક નાયક
9.    શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી                            ગુજ્જુભાઇ ધ ગ્રેટ                                              સ્વાતિ શાહ
10.   શ્રેષ્ઠ પાશ્વગાયક                           હું તુ તુ તુ – આવી રમતની ઋતું                                પાર્થિવ ગોહિલ
11.   શ્રેષ્ઠ પાશ્વગાયિકા                                 બસ એક ચાન્સ                                                 ઐશ્વર્યા મઝમુદાર
12.   પ્રોત્સાહક ઇનામ શ્રેષ્ઠ પાશ્વગાયિકા- પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                                વ્રતિની ગાડગે
13.   ખાસ ઉલ્લેખનિય અભિનય            હું તુ તુ તુ – આવી રમતની ઋતું                              અભય ચંદારાણા
14.  મહિલા જાગૃતિ-વિકાસ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ- ઓટો લાઇફ ઓફ અમલી રીક્ષાવાળી           મુકેશ ગૌરીશંકર ઓઝા
15. શ્રેષ્ઠ વાર્તા લેખક                                       ગુજ્જુભાઇ ધ ગ્રેટ                                                   નિરેન ભટ્ટ
16. શ્રેષ્ઠ સંગીત નિર્દેશક                            પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                 કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત

17. શ્રેષ્ઠ કલા નિર્દેશક                            હું તુ તુ તુ – આવી રમતની ઋતું                     શિવ મંડપા અને બંસરી ભૂપતાણી
18. શ્રેષ્ઠ છબીકલા                                  પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                                       પ્રતિક રાજ
19. શ્રેષ્ઠ સંકલનકાર                             હું તુ તુ તુ – આવી રમતની ઋતું                     શાઇના શાહ, નવીન રેડ્ડી, શિતલ શાહ
20. શ્રેષ્ઠ ગીતકાર                                   પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                                    મિલિન્દ ગઢવી
21. શ્રેષ્ઠ પટકથા લેખક                                ગુજ્જુભાઇ ધ ગ્રેટ                                                    ઇશાન રાંદેરિયા
22. શ્રેષ્ઠ સંવાદ લેખક                             પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                 વિજયગીરી બાવા અને ગીરીશ પરમાર
23. શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડીસ્ટ ગીતો              પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર                          સની ડિસોઝા અને પાર્થ દેસાઇ
24. શ્રેષ્ઠ સાઉન્ડ રેકોર્ડીસ્ટ ચિત્ર               હું તુ તુ તુ – આવી રમતની ઋતું                                      હિના શાહ
25. શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક                     દેશની કોઇ સરહદ પ્રેમને રોકી શકતી નથી                          માધવ કિશન

error: Content is protected !!