રાજ્યના 565 શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર આપી સન્માનિત કરાશે

ગાંધીનગર, દેશગુજરાત:રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે સફળ અને શ્રેષ્ઠ કામગીરી બદલ ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને પશુપાલન મંત્રી બાબુભાઈ બોખિરીયાના હસ્તે આગામી તા.૧૧મી સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ ગાંધીનગર ખાતે પુરસ્કાર આપી સન્માનિત કરાશે.

ગાંધીનગર ટાઉન હોલમાં બપોરે ૨.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતીય અને તૃતીય પુરસ્કાર વિજેતાઓને અનુક્રમે રૂ.૨૫,૦૦૦, રૂ.૧૫,૦૦૦ અને રૂ.૧૦,૦૦૦ જિલ્લાકક્ષાએ પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર વિજેતાઓને અનુક્રમે રૂ.૭,૦૦૦ અને રૂ.૫,૦૦૦ તેમજ તાલુકાકક્ષાએ પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર વિજેતાને અનુક્રમે રૂ.૫,૦૦૦ અને રૂ.૩,૦૦૦ની રકમના પુરસ્કાર આપી સન્માનિત કરાશે. ચાલુ વર્ષે રાજ્યકક્ષાએ ૦૩, જિલ્લાકક્ષાએ (દરેક જિલ્લા દીઠ) – ૬૬ તેમજ તાલુકાકક્ષાએ ૪૯૬ એમ કુલ ૫૬૫ પશુપાલકોની શ્રેષ્ઠ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.

આ પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પશુપાલન વિભાગના સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, પશુપાલન વિભાગના સચિવ ડૉ. એસ. મુરલીક્રિષ્ના સહિત ૪૦૦ જેટલા પ્રગતિશીલ પશુપાલકો ખાસ ઉપસ્થિત રહેશે તેમ પશુપાલન નિયામક ડૉ. એ.જે.કાછીઆપટેલની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!