રાજ્યના 58 જિલ્લા શિક્ષણાધિકારીની બદલી

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઈઓ)ની અત્યાર સુધીની સૌથી મોટી બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના 58 જિલ્લા શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના ત્રણેય જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાની ભરૃચ ડીઈઓ તરીકે બદલી થઈ છે જેમની જગ્યાએ સુરેન્દ્ર નગરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી પટેલ મૂકાયા છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂની સુરતમાં બદલી કરાઈ છે અને તેમની જગ્યાએ કચ્છના ડીઈઓ રાકેશ આર.વ્યાસને મૂકવામાં આવ્યાં છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી મહેતાને શિક્ષણ બોર્ડના મદદનિશ નિયામક તરીકે મૂકાતા તેમની જગ્યાએ વડોદરાના ડીપીઈઓ એમ.એન પટેલને મુકવામાં આવ્યા છે.

આ બદલીમાં મોટાભાગના અધિકારીઓએ બદલી માટે સામેથી અરજી કરેલી હતી. જેમાંથી અનેક અધિકારીઓને પોતાની મનગમતી જગ્યાઓ પ્રાપ્ત થઈ છે.

error: Content is protected !!