રાજ્યના ઔદ્યોગિક એકમોના 6.42 લાખથી વધુ શ્રમ યોગીઓને રૂ.770 કરોડનું બોનસ ચૂકવાયું

ગાંધીનગર:  રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કામ કરતાં શ્રમયોગીઓને દિવાળીના તહેવારોમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી શકાય તે માટે સમયસર બોનસ ચૂકવવામાં આવ્યુ છે. રાજ્યના ૬,૪૨,૬૨૯ શ્રમયોગીઓને રૂા.૭૭૦.૩૮ કરોડનું બોનસ ચૂકવાયુ છે એમ શ્રમ આયુક્ત કચેરી દ્વારા જણાવાયુ છે.

રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થતા શ્રમયોગીઓને મદદરૂપ થવા નિયમીત રીતે બોનસ ચૂકવાય અને વર્ષ-૨૦૧૭-૧૮ના બોનસની રકમ સમયસર મળી રહે તે માટે આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયાસો હાથ ધરાયા હતા જેના પરિણામે રાજ્યમાં ઓદ્યોગિક એકમો / સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં ૬,૪૨,૬૨૯ શ્રમિકોને રૂા.૭૭૦.૩૮ કરોડની રકમ ચૂકવણી કરાઇ છે. ગત વર્ષે ૨૦૧૬-૧૭માં   ૪,૨૭,૨૪૧ શ્રમયોગીઓને રૂા.૫૮૨.૬૭ કરોડનું બોનસ ચૂકવાયુ હતુ એમ શ્રમ નિયામકની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!