ભારત અને કેનેડા વચ્ચે 6 મહત્વના કરાર, વડાપ્રધાન મોદીએ કહ્યું- આતંકવાદ સામે સાથે મળીને લડીશું

નવી દિલ્હી : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે (શુક્રવારે) દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોની વચ્ચે કરાર ઇલેક્ટ્રોનિક્સ, પેટ્રોલિયમ, સ્પોર્ટ્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી, ઉચ્ચ શિક્ષણ અને સાઇન્સ એન્ડ ટેક્નોલોજી ઇનોવેશન અંગેની 6 મહત્વની સમજુતીઓ થઇ છે.  આ સમજુતી બાદ વડાપ્રધાન મોદી અને કેનેડાનાં વડાપ્રધાન ટ્રુડોએ હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.  જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. જો કે ટ્રુદો આતંકવાદ અને ખાલિસ્તાન અંગે એક પણ શબ્દ બોલ્યા નહોતા.

પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે બંનેએ  આતંકવાદ, સંરક્ષણ પ્રણાલી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.  આતંકવાદ લોકશાહી માટે ખતરો છે. કેનેડાથી ભારતીય સમુદાયની ઉપલબ્ધીઓ પર આપણને બધા જ ભારતીયોને ગર્વ છે. મને બંને દેશો વચ્ચે હજી પણ વધારે ભાગીદારીની આશા છે. આપણી આર્થિક ભાગીદારી માટે સંસ્થાગત ઢાંચાની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યમાં દ્વિપક્ષીય રોકાણ, પ્રમોશન, એગ્રીમેન્ટ અને કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે અમે પોતાનાં વાર્તાકારોનાં પ્રયાસને બમણા કરવા માટેનાં નિર્દેશો આપ્યા છે.

प्रधानमंत्री मोदी और कनाडा के पीएम संयुक्त बयान-  आतंकवाद के खिलाफ हम एक साथ लड़ाई लड़ेंगे

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. કેનેડામાં 1.20 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમે ઉચ્ચ શિક્ષણ માટે એક કરાર કરી રહ્યા છીએ.

error: Content is protected !!