સમગ્ર દેશમાં કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના 60 ટકા એકલા ગુજરાતમાં : રૂપાણી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત પર્યાવરણ નું બલિદાન આપી ને વિકાસ કરવાના પક્ષ માં નથી જ
વાયબ્રન્ટ ગુજરાત ને ક્લીનર ગ્રીનર ગુજરાત બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી
મુખ્યમંત્રીશ્રી એ ગાંધીનગર માં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આયોજિત એમિસન્સ મોનીટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ પોલ્યુશન રેગ્યુલેશન વિષયક એક દિવસીય પરિસંવાદ નો પ્રારંભ કરાવ્યો હતો
તેમણે કહ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણી ના ડીપ સી માં પધ્ધતિસર ના યોગ્ય નિકાલ માટે વાપી થી વેરાવળ સુધી 5500 કરોડ ના ખર્ચે પાઇપ લાઈન નેટવર્ક યોજના માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે
ગાંધીનગર:વિજય ભાઈ રૂપાણી એ ઇન્ડર્સટ્રીયલ યુનિટ્સ અને શહેરી ક્ષેત્ર ના દુષિત જળ નું રિસાયક્લિંગ કરીને પુનઃ ઉપયોગ ની રાજ્ય સરકાર ની નીતિ ની ભૂમિકા આપતા કહ્યું કે 2030 સુધીમાં રાજ્યમાં સંપુર્ણ પણે રિસાયકલ વોટર ના વપરાશ અને ઉપયોગ ના લક્ષ્ય સાથે સરકાર કાર્યરત છે
મુખ્યમંત્રી એ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ની 9 મી કડી ના પૂર્વાર્ધ રૂપે યોજાયેલા આ પરિસંવાદ ને રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ ગણાવ્યો હતો
તેમણે કહ્યું કે ગુજરાત વિકાસ ના હરેક ક્ષેત્ર માં અવવ્લ છે સાથે જ પ્રદૂષણ નિયંત્રણ નું દાયિત્વ પણ જવાબદારી પૂર્વક નિભાવી રહ્યું છે
વિજય ભાઈ એ જણાવ્યું કે સમગ્ર દેશમાં કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના 60 ટકા એકલા ગુજરાત માં છે એટલું જ નહીં રાજ્ય સરકારે પ્રદૂષણ ની બહુ જ ઓછી સંભાવના વાળી 173 વ્હાઇટ કેટેગરી ની ઇન્ડસ્ટ્રી ની પણ ઘોષણા કરીને આવી ઇન્ડસ્ટ્રીઝ ને ઉત્પાદન શરૂ કરતા પહેલા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની પરવાનગી માંથી મુક્તિ આપી ને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને પણ ધ્યાને રાખ્યું છે
મુખ્યમંત્રી ની ઉપસ્થિતી માં આ પરિસંવાદ ના પ્રારંભે એપિક અને જે પાલ તેમજ હાવર્ડ કેનેડી સ્કુલ તથા જી પી સી બી વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ અને ટેક્નીકલ નો હાઉ ના એમ ઓ યુ પણ સંપન્ન થયા હતા
પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથ સિંહજી પરમાર જી પી સી બી ચેરમેન અને અધીક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા ઇપીઆઇસી ના ડિરેક્ટર માઈકલ ગ્રીન સ્ટોન હાર્વર્ડ કેનેડી સ્કુલ ના કો ડાયરેક્ટર ડો.રોહિણી પાંડે સહીત રાજ્ય ના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ અગ્રણીઓ અને યુવાઓ પણ આ પરિસંવાદ માં જોડાયા હતા

 

error: Content is protected !!