69મો વન મહોત્સવ: ભુજના સરસપુર ગામ નજીક આવેલા રૂદ્રમાતા ડેમ સાઈટ ઉપર કરાશે રાજ્યકક્ષાની ઉજવણી

ગાંધીનગર: ચાલુ વર્ષે તા. ૨૭.૦૭.૨૦૧૮, શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સરસપુર ગામ નજીક આવ્યું રૂદ્રમાતા ડેમ સાઈટ ઉપર માનનીય મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના વન મહોત્સવનું સ્થળ ભુજથી ૧૭ કિ.મી. ના અંતરે અને ભુજથી પ્રસિધ્ધ ધોરડો સફેદ રણ જતા ભુજ-ખાવડારસ્તા ઉપર આવ્યું છે. વનમહોત્સવનું સ્થળ વિખ્યાત અને ઐતિહાસીક રૂદ્રમાતા મંદિર થી૧ થી ૨ કિ.મી. દુર આવ્યું છે. જ્યારે આ સ્થળ ભુજ એરપોર્ટથી ૧૩ કિ.મી. દુર છે.

સ્થળનું મહત્વ:-

• આ જગ્યા પર ઐતિહાસિક રૂદ્રમાતા મંદિર આવ્યું છે. જે લગભગ ૩૦૦ વર્ષ પહેલા કચ્છનાં શાસકો દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

• કચ્છ જિલ્લામાં નદીઓ ઉપરનાં ડેમો પૈકી આ જગ્યા પર સૌથી મોટો ડેમ છે. પુર્વ થી પશ્ચિમ તરફ વહેતી તમામ નદીઓ રૂદ્રમાતા ડેમમાં મળે છે.

• આ વિસ્તારનું ઐતિહાસિક, ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રભક્તિની દ્રષ્ટીએ પણ મહત્વ છે. વર્ષ-૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધમાં પાકિસ્તાનના હવાઈ હુમલાથી નુકશાન પામેલ ભુજ હવાઈ પટ્ટીનું પુન:નિર્માણ માધાપરની વિરાંગનાઓ દ્વારા રાત દિવસ એક કરીને પોતાના જીવના જોખમે કરેલ.રાષ્ટ્રહિતમાં જાનની બાજી લગાવી દેનાર વિરાંગનાઓની યાદમાં અને યુધ્ધ દરમિયાન એર ફોર્સ, આર્મી તથા બી.એસ.એફ. ધ્વારા દર્શાવવામાં આવ્યું શૌર્ય તથા દેશભક્તિની યાદમાં સાંસ્કૃતિક વન આ સ્થળે બનાવવામાં આવી રહેલ છે.

• વધુમાં, ૨૬મી જાન્યુઆરી,૨૦૦૧ના ભુકંપ અને પુનર્વસન કામગીરીમાં આર્મી અને બી.એસ.એફ.ના જવાનોએ કરેલ પ્રશંસનીય કામગીરીની યાદી રૂપે આ સાંસ્કૃતિક વન એક મહત્વનું સંભારણું બની રહેશે.

• તદઉપરાંત વૃક્ષો લોકોને પર્યાવરણની વિપરીત અસરોથી રક્ષણ આપે છે જે બાબતથી આ વનમાં મુલાકાત લેનાર તમામ લોકોને પ્રેરણાસ્ત્રોત થશે. તેથી આ વનનું નામ ‘રક્ષક વન’ યથાર્થ છે. ૬૯માં રાજ્ય કક્ષાના વન મહોત્સવ માટે સંસ્કૃતિક વન નો વિસ્તાર ૧૧.૦૦ હેક્ટર છે. આ જમીન મહેસુલ વિભાગ હસ્તક આવ્યું સરકારી ખરાબાની છે. જેને વનીકરણ માટે લેન્ડ બેન્ક તરીકે અનામત રાખવામાં આવ્યું છે.

• આ સ્થળ ઉપર વૃક્ષારોપણ/વનીકરણ ઉપરાંત માધાપર ની વીરાંગનાઓ દ્વારા હવાઈ પટ્ટી નું સમારકામ અને યુધ્ધ વિજય અને તેનું સન્માન દર્શાવતા વોલ મ્યુરલ બનાવવામાં આવી રહેલ છે.

• કચ્છની વન્યજીવની ઝાંખી, લોકજીવન નીઝાંખી અને સામાજિક વનીકરણ ક્ષેત્રે સિદ્ધિઓ ની પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

• યાયાવર પક્ષીઓને આકર્ષવા કૃત્રિમ જલપ્લાવિત વિસ્તાર વિગેરે વિકસાવવામાં આવી રહેલ છે.

રક્ષક વનના મુખ્ય આકર્ષણો :-

– રક્ષકદ્વાર
– વોલ મ્યુરલ્સ(ભીંત ચિત્રો) – કુલ ૧૨ ૧ માતા રૂદ્રાણીની વાર્તા, ૩ માધાપરની વિરાંગનાઓનો ૧૯૭૧ ના વર્ષના યુધ્ધની શૌર્યગાથા, ૮ આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ શસ્ત્રો અંગે
– વિવિધ પ્રકારના લોક ઉપયોગી મહત્વ ધરાવતા વનો
– આરોગ્ય વન, રાશી વન, ખજુરી વન, દેવ વન, નક્ષત્ર વન,કેકટસ વન
– ઈન્ટરપ્રિટેશન સેન્ટર – કચ્છ કલા અને સંસ્કૃતિ, વન વિભાગની પ્તરિકૃતિઓની ઝલક, કચ્છમાં જોવા મળતા વન્ય પ્રાણીઓની પ્રતિકૃતિઓ
– વનકુટિર -૩

– બી.એસ.એફ. બંકર
– શૌર્ય મશાલ
– વ્યુ પોઈન્ટ, ફોટોપોઈન્ટ,આર્મી સોલ્જર ફોટો પોઈન્ટ
– જુલતા પુલ- ૩
– શિશુ વાટિકા અને ઓપન જીમ
– વોટર ફોલ
– કલાત્મક ફેન્સીંગ
– શૌર્ય શિલ્પ
– ૨.૦ કી.મી. ની પદ દંડી
– ગુજરાતમાં જોવા મળતા વિવિધ અંદાજીત ૩૦૦૦૦ જેટલા રોપાઓ
– વોચ ટાવર

રક્ષક વનની લાક્ષણિકતાઓ

– આજ સુધી બનેલ સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું સાંસ્કૃતિક વન
– કચ્છ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન
– વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સફેદ જતો ભુજ-ખાવડા રોડ ઉપર સ્થિત
– ગઢ જેવા પ્રવેશદ્વાર
– આજ સુધી બનેલ સાંસ્કૃતિક વન માંથી સૌથી વધારે આકર્ષણો અને સુવિધાઓ
– ઝુલતા પુલનો વનમાં સમાવેશ
– સૌર ઉર્જાનો વપરાશ

૬૯માં વન મહોત્સવ નું વિશિષ્ટ આયોજન:-

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત નદી કાંઠાઓ ઉપરતૈયાર કરવામાં આવ્યું ૮૫૦ થી વધુ સ્થળોપર ૪૦ લાખ રોપા વાવેતરની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

– વન મહોત્સવને વિશિષ્ટ રીતે ઉજવવા મહત્તમ લોકભાગીદારી અને લોકોને પ્રોત્સાહિત કરી જનઆંદોલન સ્વરૂપ આપવામાં આવશે.

– વન મહોત્સવ ની ઉજવણીમાં શહેરી વિસ્તારો પર ભાર મુકવામાં આવશે. શહેરી વિસ્તારમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપવા વિવિધ શહેરી વિસ્તારો માટે શહેરી વિસ્તારને અનુકુળ ૫૦ લાખ રોપા ફાળવવામાં આવશે.રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાંમાં વોર્ડ સ્તરનું આયોજન મ્યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવશે.

– શાળા/કોલેજમાં વન મહોત્સવની ઉજવણીના અગાઉ વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં વનોની અગત્યતા/વૃક્ષારોપવાનું મહત્વ/ગ્લોબલ વોર્મીંગ/પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો પર વક્તવ્ય, વકતૃત્વ સ્પર્ધા, રેલી વગેરે જેવા કાર્યક્રમોનું શિક્ષણ વિભાગના સહયોગથી
આયોજન કરવામાં આવશે.

– જિલ્લા કક્ષાએ કાર્યરત વિવિધ સ્વયં સેવી સંસ્થાઓને ચોક્કસ વિસ્તાર કે ગામમાંવૃક્ષારોપણ કરવા પ્રોત્સાહીત કરાશે અને તેવા વિસ્તારોમાં તેમના સહયોગથી ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવશે.

– જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવ્યું ઉદ્યોગો, રાજયના ઔદ્યોગિક એકમો અને અન્ય સંસ્થાઓને પણ વૃક્ષારોપણના ભગીરથ કાર્યમાં સહકાર લઇ સામેલ કરવામાં આવશે.

– શિક્ષણ સંસ્થાન/શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ.

વન મહોત્સવની ઉજવણી અન્વયે થયેલ કાર્યવાહી:-

તા.૦૬/૦૬/૨૦૧૮ ના રોજ માનનીય વન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લામાં વનીકરણ, પર્યાવરણ જાગૃતિ અને વન્યજીવ સંરક્ષણમાં કાર્યરત સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે વાર્તાલાપ અને વનમહોત્સવની ઉજવણી વિશે વિશેષ ચર્ચા.

– તા.૨૦/૦૬/૨૦૧૮ ના રોજ માનનીય વન મંત્રી અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યના નાયબ વન સંરક્ષક કક્ષા સુધીના વન અધિકારીની બેઠક અને ચર્ચા.

– તા. ૨૭/૦૬/૨૦૧૮ના રોજ વનમહોત્સવ ઉજવણી માટેની માનનીય મંત્રીઓની સમિતીની માનનીય વન મંત્રીના અધ્યક્ષતામાં બેઠકઅને ચર્ચા.

– જિલ્લા કક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં ઘનિષ્ટ વનીકરણ સમિતિની બેઠકો થઇ રહેલ છે.

– તા. ૦૭/૦૭/૨૦૧૮ ના રોજ અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગની અધ્યક્ષતામાં સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સુચારુ સંકલન અને ભાગીદારી માટેની બેઠક કરવામાં આવ્યું છે.

– તા. ૦૯/૦૭/૨૦૧૮ના રોજ માનનીય વન મંત્રીની અધ્યક્ષતામાં વન વિભાગના અધિકારીઓ સાથે બેઠકા કરી વિગતવાર ચર્ચા.
– રાજ્યના જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવશે.

વન મહોત્સવની જિલ્લા/ તાલુકા/ ગ્રામ્ય કક્ષાની ઉજવણી:-

રાજય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત રાજયની ૮ મહાનગરપાલિકાઓમાં, ૩૩ જિલ્લાઓમાં, ૨૪૧ તાલુકાઓમા તથા ૪૫૦૦ ગામોમા જન ભાગીદારીથી વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે.

  જિલ્લા કક્ષાએ ઉજવણી

• સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં એક સાથે તા.૩૦/૦૭/૨૦૧૮ ના રોજ માનનીય પ્રભારી મંત્રી/ પ્રભારી સચિવની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી
• આઠ મહાનગરપાલિકાઓમાં વોર્ડ લેવલનું આયોજન કરી શહેરી વિસ્તારમાં ધનિષ્ઠવનીકરણ
• જિલ્લા દિઠ એક, કુલ ૩૩ “વૃક્ષ રથ”, ઓગષ્ટ માસ દરમિયાન ડોર-ટુ-ડોર રોપ વિતરણ

 તાલુકા કક્ષાએ ઉજવણી
• દરેક તાલુકા દિઠ એક, કુલ ૨૪૧ તાલુકા કક્ષાનાં વન મહોત્સવ ઉજવણીનાં કાર્યક્રમો ઓગષ્ટ માસ દરમિયાન માનનીય ધારાસભ્ય, માનનીય સંસદ સભ્ય, જિલ્લા/તાલુકા પંચાયતનાં પ્રમુખઓ તથા સભ્યઓને સાથે સાંકળી અનુકુળ તારીખે વન મહોત્સવ ઉજવણીનાં કાર્યક્રમો કરવાનુંઆયોજન કરવામાં આવ્યું છે.

  ગ્રામ્ય કક્ષાએ ઉજવણી

• કુલ ૪૫૦૦ ગ્રામ્ય કક્ષાનાં ઉજવણીનાં કાર્યક્રમો
• સરપંચ, સ્થાનિક આગેવાનો તથા જયાં માનનીય ધારાસભ્યઓની અનુકુળતા હોય ત્યાં તેમને કાર્યક્રમમાં સાંકળીને ઓગષ્ટ માસ દરમિયાન વન મહોત્સવ ઉજવણીનાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

૬૯માં વન મહોત્સવ માટે વન વિભાગની તૈયારી/આયોજન:-

રાજયના પ્રજાજનો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાઈ શકે અને વૃક્ષારોપણ માટેના જરૂરી રોપા મેળવી શકે તે માટે વન વિભાગ દ્વારા ખાતાકીય નર્સરીમાં સમગ્ર રાજયમાં ૪૮૬ નર્સરીઓમાં કુલ ૬૨૫.૭૬ લાખ રોપા અને કિસાન નર્સરીમાં સમગ્ર રાજયમાં ૨૧૨૩ નર્સરીઓમાં કુલ ૩૫૧.૪૦ લાખ રોપા ઉછેરવામાં આવ્યું ા છે. એકંદરે સમગ્ર રાજયમાં કુલ ૨૬૦૯ વિવિધ પ્રકારની નર્સરીમાં કુલ ૯૭૭.૧૬ લાખ રોપા ઉછેરવામાં આવ્યું ા છે. વન વિભાગ દ્વારા વિતરણ માટે ઉછેરવામાં આવ્યું રોપાઓની વિગત નીચે મુજબ છે.

error: Content is protected !!