મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર દરમિયાન 7 નક્સલી ઠાર, છત્તીસગઢમાંથી બેની ધરપકડ

નવી દિલ્હી, દેશગુજરાત: મહારાષ્ટ્રના ગઢચીરોલી જિલ્લામાં પોલીસ સાથે અથડામણમાં 5 મહિલાઓ સહીત 7 નક્સલીઓને માર્યા ગયા હતા. આ ઉપરાંત છત્તીસગઢમાં 2 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ગઢચીરોલી જિલ્લામાં આવેલા કલ્લેદ ગામના જંગલમાં બુધવારે સવારે અથડામણ સર્જાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર પોલીસની વિશેષ માઓવાદી વિરોધી ઇકાઈ-60 કમાન્ડોની ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. ટીમે કલ્લેદ નજીક જંગલ વિસ્તારમાં કોર્ડન કર્યું હતું. જે બાદ બંને પક્ષોએ ગોળીબારી શરુ થઇ ગઈ હતી. ક્લ્લેદની સીમા છત્તીસગઢ નજીક આવેલી છે.

પોલીસે કહ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન 5 મહિલાઓ સહીત 7 નક્સલીઓ માર્યા ગયા છે. ઘટના સ્થળેથી કેટલાક હથીયારો પણ એકત્ર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓઈ હજુ ઓળખ થઇ શકી નથી તેમજ હજુ આ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

છત્તીસગઢ પોલીસે પણ 2 નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસે તેઓને બીજાપૂરના જંગલમાંથી ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સીઆરપીએફના જવાનોએ એક નક્સલીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

error: Content is protected !!