ગુજરાત બોર્ડનું ધોરણ-12 સાયન્સનું 72.99 ટકા પરિણામ જાહેર

અમદાવાદ:  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોરણ 12 સાયન્સનું આજે (ગુરુવારે) પરિણામ જાહેર કર્યું હતું. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરિણામમાં ગુજરાતીનું પરિણામ અંગ્રેજી માધ્યમ કરતાં 3.13 ઓછું છે. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદનું પહેલું પરિણામ આજે જાહેર થયું છે, તેમાં 98067 વિદ્યાર્થી પાસ થયાં છે.

રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 35.64 ટકા આવ્યું છે. ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ વખતે ધોરણ-12 સાયન્સનું પરિણામ ગયા વર્ષના પરિણામ કરતા 8.9 ટકા ઓછું આવ્યું છે. આ સાથે જ આ વખતેનું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે.

ગુજરાતના 1 લાખ 34 હજાર વિદ્યાર્થીના ભાવીનો ફેંસલો થયો હતો. આ સાથે જ ગુજકેટની પરીક્ષાનું રિઝલ્ટ પણ આજે જાહેર કરાવામાં આવશે.

 
ગુજરાતનું પરિણામ 72.99 ટકા

સૌથી વધુ પરિણામવાળો જિલ્લો – રાજકોટ  85.03 ટકા
સૌથી ઓછું પરિણામવાળો જિલ્લો- છોટા ઉદેપુર 35.64 ટકા

સૌથી વધુ પરિણામવાળુ કેન્દ્ર-ધ્રોલ 95.65 ટકા
સૌથી ઓછું પરિણામવાળું કેન્દ્ર – બોડેલી 27.61 ટકા

વિદ્યાર્થીઓનું પરિણામ 71.84 ટકા
વિદ્યાર્થિનીઓનું પરિણામ 74.91 ટકા

error: Content is protected !!