રાજ્ય પોલીસ ભવનના બગીચા-સર્કલ સુશોભનની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ગ-૩ના ૮ પોલીસકર્મીઓને સન્માનિત કરાયા

ગાંધીનગર:પોલીસકર્મીઓ દ્વારા રાજ્ય પોલીસ ભવન ખાતે બગીચામાં નવા પ્લાન્ટસ્, ફુલ છોડ રોપવાની, લાઇટ ડેકોરેશન તથા પોલીસ ભવનના સર્કલ સુશોભનની કામગીરી સમય મર્યાદામાં પુરી કરવા તેમજ આ કામગીરી સતત હાજર રહીને ખૂબ જ ખંત મહેનત અને ઉત્સાહપૂર્વક કરવા બદલ તેમને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુથી રાજ્ય પોલીસ મહાનિર્દેશકશ્રી શિવાનંદ ઝા દ્વારા રૂ.૨૦૦, ૩૦૦ અને રૂ.૫૦૦ની ઇનામી રકમ, સી.એન. તથા જી.એસ.ટી.મંજૂર કરવામાં આવ્યુ છે જે વર્ગ-૩ના કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મીઓ માટે ગૌરવસમાન અને અન્ય માટે પ્રેરણાદાયી છે.

જે આઠ પોલીસ કર્મીઓની શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી થઇ છે જેમાં પોલીસ સબ ઇન્સપેક્ટર, શ્રી ટી.એસ.ચુડાસમા, પોલીસ ભવન, ગાંધીનગર, હેડ કોન્સ્ટેબલ શ્રી વિનોદ એન. ક્ષત્રીય, જૂથ-૮, ગોંડલ.તેમજ પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશ જે. વૈષ્ણવ, જૂથ-ર, અમદાવાદ, શ્રી અશોકકુમાર આર.પરમાર જૂથ-૧૨, ગાંધીનગર, શ્રી જશુભાઇ કે.પટેલ જૂથ-૧૨, ગાંધીનગર, શ્રી વણવીર કે.દેસાઇ. જૂથ-૧૨, ગાંધીનગર, શ્રી મહેન્દ્ર આર. સોલંકી જૂથ-૧૨, ગાંધીનગર અને શ્રી ગોપાલભાઇ બી. ભરવાડ જૂથ-૧૨, ગાંધીનગરનો સમાવેશ થાય છે તેમ, રાજ્ય પોલીસ મહાનિર્દેશકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!