સુરતમાં લવજેહાદ: આક્રોશ સાથે શનિવારે રાત્રે મહારેલીનું આયોજન

સુરત, દેશગુજરાત: સુરતના મોટા વરાછામાં રહેતી પટેલ પરિવારની યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી જતા ચકચાર મચી ગઈ છે. લવજેહાદની ઘટનાને કારણે શનિવારે રાત્રે મોટા વરાછામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટાવરાછામાં રહેતા પટેલ પરિવારની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી મુસ્લિમ યુવાન તે યુવતીને લગ્નની લાલચ આપીને થોડા સમય પહેલા ભગાડી ગયો હતો. તે સમયે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ આ યુવક-યુવતી ઘરે પરત ફરતા મામલો શાંત થઇ ગયો હતો. પરંતુ ફરી એકવાર આ જ યુવતી અને તે મુસ્લિમ યુવક ઘરેથી નાસી જતા યુવતીના પરિવારજનો રોષે ભરાયા છે. આ ઘટનાને લઈને પટેલ પરિવાર તેમજ આસપાસના રહેવાસીઓ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ભવિષ્યમાં અન્ય કોઈ હિંદુ યુવતી લવજેહાદનો શિકાર ન બને તે માટે આંદોલન સ્વરૂપે શનિવારે સાંજે  8:30 વાગ્યે મોટા વરાછા લજામણી ચોકથી સુદામા ચોક સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એકતરફ પટેલ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ મુસ્લિમ પરિવારમાં આ ઘટનાને કારણે ચિંતાનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ ઘટનાને બંને જૂથો દ્વારા વખોડી કાઢવામાં આવી હતી. ફરી વખત આ ઘટનાનું પુનરાવર્તન થતા જમીઅતે ઉલ્માએ સુરત પોલીસ કામીશાનારને આવેદન પાત્ર પાઠવી પોલીસ સુરક્ષાની માગ કરી છે.

error: Content is protected !!