હિંદુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના વિરોધમાં સુરતમાં નીકળી વિશાળ રેલી

સુરત, દેશગુજરાત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પટેલ પરિવારની યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી જતા પરિવાર સહીત હિંદુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ લવજેહાદના વિરોધમાં સુરતના મોટાવરાછામાં શનિવારે રાત્રે ઝંગી રેલી નીકળી હતી.

મોટા વરાછાના લજામણી ચોક નજીક રહેતા મુસ્લિમ યુવક દ્વારા નજીકમાં જ રહેતી પટેલ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા જ યુવતીને લગ્નની લાલચે મુસ્લિમ યુવાન ભગાડી ગયો અને બાદમાં બંને પરત ફર્યા હતા. જોકે, ફરી એકવાર તે મુસ્લિમ યુવાન તે જ હિંદુ યુવતીને ભગાડી જતા મામલો ગરમાયો હતો. પરિવાર સહીત હિંદુ સમાજમાં આ ઘટનાને લઇ રોષ ભભૂકી ઉઠ્યો હતો. અન્ય કોઈ હિંદુ યુવતી લવજેહાદનો શિકાર ન બને તે માટે આ  કિસ્સાને લઈને શનિવારે રાત્રે 10 વાગ્યે પટેલ પરિવારોની વિશાળ રેલી નીકળી હતી. લજામણી ચોકથી સુદામા ચોક સુધીની આ રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા અને ‘લવજેહાદ બંધ કરો મોટા વરાછાની દીકરી પાછી આપો’ તેમજ ‘મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપો’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોલીસે રેલી માટે પરમીશન આપી નહોતી. તેમ છતાં રેલી યોજવામાં આવી હતી. જોકે, સ્થાનિક પોલીસ પણ કોઈ રિસ્ક લેવા ન માગતી હોય તેમ રેલી પહેલા અને રેલી પૂર્ણ થયા બાદ સતત પેટ્રોલિંગ શરુ રાખ્યું હતું. આ સાથે જ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ મહારેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

લવજેહાદને લઈને સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે પ્રેમીપંખીડાને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં માહિતી મળી કે, પ્રેમીપંખીડા ઔરંગાબાદમાં છે. આ સાથે જ પોલીસની એક ટીમ ઔરંગાબાદ પહોંચીને યુવક અને યુવતીને સુરત પરત લઇ આવી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા બંનેના પરિવારજનોને કમિશનર કચેરી પર બોલાવી બંનેને સમજાવ્યા હતા.

error: Content is protected !!