અમેરિકાના વર્જીનીયામાં માઈનોર સાથેના સેક્સ ઇચ્છતા લોકોના સ્ટીંગ ઓપરેશનમાં પટેલ યુવાન ઝડપાયો

લાઉડન કાઉન્ટી – વર્જીનીયા, દેશગુજરાત: માઈનોર બાળકો સાથે શારીરિક સંબંધો બાંધવા ઈચ્છતા 11 પુરુષોને ગયા મહીને અમેરિકાના વર્જીનીયા રાજ્યમાં આવેલી લાઉડન કાઉન્ટી પોલીસની શેરીફ ઓફિસે ઝડપી લીધા છે જેમાં એક પટેલ યુવક પણ સામેલ છે. આ સમગ્ર સ્ટીંગ ઓપરેશન માઈનોર બાળકો સાથે શારીરિક સંબંધો બાંધવા ઈચ્છતા આ વ્યક્તિઓને ફસાવીને તેમને ઝડપી લેવા માટે ખાસ ઉભું કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અંતર્ગત સર્વપ્રથમ આરોપીને જાણ કરી  દેવામાં આવે છે કે તે જેની સાથે ચેટ કરવા જઈ રહ્યો છે તે માઈનોર છે. જો તેમ છતાં પણ એ વ્યક્તિ તેની સાથે સેકસ્યુઅલ ચેટ કરે તો બાદમાં તેને પોલીસના આ શિકારીઓ દ્વારા જ જે-તે જગ્યાએ રૂબરૂમાં મળવા બોલાવવામાં આવે અને ત્યાં તેની ધરપકડ કરવામાં આવતી હોય છે.

ઉપરોક્ત સમગ્ર ઓપરેશન લાઉડન કાઉન્ટીની શેરીફની ઓફિસ, ફેરફેક્સ કાઉન્ટી પોલીસ, FBIની વોશિંગ્ટનમાં આવેલી ચાઈલ્ડ એક્સ્પોઈટેશન એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સની ઓફિસ અને નોર્ધન વર્જીનીયા ઈન્ટરનેટ ક્રાઈમ્સ અગેઈન્સ્ટ ચિલ્ડ્રન ટાસ્ક ફોર્સ દ્વારા સંયુકતપણે હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં ચાર ભારતીયો ઝડપાયા હતા જેમાંથી એકનું નામ અનીશકુમાર પટેલ છે જેને પંદર વર્ષથી નીચેના માઈનોર સાથે સેકસ્યુઅલ ચેટ કરવાના હેતુસર કરવામાં આવનાર સંપર્ક તેમજ અભદ્ર છૂટછાટ લેવાના આરોપસર ફેરફેક્સ કાઉન્ટી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

error: Content is protected !!