બેરોજગારી દૂર કરવા કેન્દ્ર સરકારે કરી વિશેષ સમિતિની રચના

નવી દિલ્હી, દેશગુજરાત: ગુડ્સ એન્ડ સર્વિસ (જીએસટી) સેક્ટરમાં રોજગારીની તકોને વધારવાની સાથે બેરોજગારી ડોર કરવા માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.

આ કમિટી બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટેની વ્યાપક કાર્ય યોજના તૈયાર કરશે. આ કમિટી સૌથી વધારે મજુરોને રોજગારીની તક આપવાની દિશામાં કાર્ય કરશે.

નીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમારના નેતૃત્વમાં 10 સભ્યોની કમિટી નવેમ્બર મહિનના અંત સુધીમાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે. આ કમિટી  સરકારને આપનાર મહત્વપૂર્ણ સેક્ટરો માટે પોલીસી બનાવવા, ઉચ્ચ રોજગારીની શક્યતા ધરાવનાર સર્વિસેઝમાં વેપારને વધારી દેવા માટે સુચન કરશે. કમિટી નિકાસના માર્ગમાં અડચણો ઉભી કરનાર માઈકો ઇકોનોમિક ફેક્ટરોને પણ ધ્યાન પર લેશે.

તસ્ક ફોર્સના સભ્યોમાં નીતિ આયોગના સીઈઓ, વાણીજ્ય અને ઉદ્યોગ નીતિ પ્રોત્સાહન અને અન્ય નિષ્ણાતોને આવરી લેવામાં આવશે. ભારતમાં બેરોજગારીની સમસ્યાનો સમો કરવા અને તેને દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સાથે સંગઠિત ક્ષેત્રોના વિસ્તરણ પર ધ્યાન આપવામાં આવશે.

error: Content is protected !!