સોમનાથ મહાદેવને કરાયો કેસર કેરીના રસનો અભિષેક

સોમનાથ:  સોમનાથ મહાદેવને શ્રદ્ધાળુઓ તન, મન અને ધનથી પૂજતા હોય છે. અમદાવાદના ઈસનપુરમાં રહેતા અવનિશ નાગોરી દ્વારા આજે (ગુરુવાર) 400 કિલો  ગીરની કેસર કેરી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને મનોરથ યોજવામાં આવ્યો હતો. જેમાં શિવલિંગ પર કેરીના રસનો અભિષેક કરવાની સાથે મંદિરમાં  કેરીનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિરે સવારે 11:00 વાગ્યે રસ અભિષેક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહાદેવની વિશેષ પૂજા કરી મનોરથ યોજનાર અવનીશનો સમગ્ર પરિવાર મહાદેવના દર્શનાર્થે સોમનાથ પહોંચ્યો હતો. પૂજા બાદ અવનિશે કહ્યું કે, “વર્ષમાં ચારથી પાંચ વાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવીએ છીએ. વર્ષ 2013માં મારી કરોડરજ્જુ સર્જરી કરાવી હતી ત્યારથી મહાદેવમાં આસ્થા ધરાવું છું અને  આ આસ્થા વ્યક્તિગત તેમજ ધંધામાં  ખુબજ ફળી છે.”

તેમણે ઉમેર્યું કે, “આજથી થોડા વર્ષો પહેલાં સોમનાથ આવ્યા હતા ત્યારે જ અલગ પ્રકારની અનુભૂતિ થતાં ભાવાત્મક રીતે લીન થઈ મહાદેવ સાથે એકાકાર બન્યા હતા. ત્યારે દાદાની અનન્ય કૃપા હોવાની અનુભૂતિ થતાં સંકલ્પ કર્યો હતો કે ઋતુ અનુકૂળ ફળ કે પછી પ્રખ્યાત ચીજથી દાદાની પૂજા કરવી. આ સંકલ્પ મનોમન કર્યો હતો જેથી આ કેસર કેરીનો મનોરથ કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ આ સંકલ્પ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે.”

Chania

error: Content is protected !!