ગુજરાતમાં ભાજપ માટે આરામદાયક જીતની આગાહી કરતો એબીપી – સી.એસ.ડી.એસ.નો ઓપિનિયન પોલ

નવી દિલ્હી, દેશગુજરાત: ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયે ગુજરાતની 50 વિધાનસભાની બેઠકોમાં એબીપી ન્યૂઝ – સીએસડીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, ભાજપ 113-121 બેઠકો સાથે ગુજરાતમાં ફરી સત્તામાં  આવશે અને કૉંગ્રેસને 58-64 બેઠકો મળશે. અન્યને 1-7 બેઠકો મળશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ તરફે મતદાનની ટકાવારી ઘટી જશે, જ્યારે મધ્ય ગુજરાતમાં નજીવું મતદાન ઘટશે. જોકે, મતદાન નીચી ટકાવારી હોવા છતાં ભાજપ વધુ બેઠકો ગુમાવશે નહીં. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વધી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ બંને બરાબરીની સ્થિતિમાં રહેશે.

બેઠકોની સંખ્યાના આધારે ભાજપને મધ્ય ગુજરાત, આદિજાતિ પટ્ટા અને દક્ષિણ ગુજરાતમાં ફાયદો થશે. જેનાથી ભાજપને મદદ મળશે. ભાજપનું રાજ્યવ્યાપી મતદાન ટકાવારી ગયા વખતના 48 ટકાની સરખામણીમાં 47 ટકા રહેશે. કોંગ્રેસની મતદાનની ટકાવારી છેલ્લા સમયની 38 ટકાની જગ્યાએ વધારા સાથે 41 ટકા રહેશે.

ઓગસ્ટ મહિનામાં હાથ ધરાયેલા એ.બી.પી.-સીએસડીએસ દ્વારા અગાઉના ઓપિનિયન પોલની  સરખામણીમાં કોંગ્રેસે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. જોકે, વધુ સ્પષ્ટ ચિત્ર ઉમેદવારોની પસંદગી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર બાદ બહાર આવશે.

error: Content is protected !!