અડદિયા પાક

સામગ્રી :

અડદનો લોટ ૨૫૦ ગ્રામ
દૂધ ૩૫ મીલી
દળેલી ખાંડ ૪૦૦ ગ્રામ
ગુંદરકણી ૩૦ ગ્રામ
શુદ્ઘ ઘી ૩૫૦ ગ્રામ
આસનચૂર્ણ ૨૫ ગ્રામ
સૂંઠ ચૂર્ણ ૨૫ ગ્રામ
તજ-લવિંગ ચૂર્ણ ૧૫ ગ્રામ
એલચી પાઉડર ૫ ગ્રામ
ગંઠોડા ચૂર્ણ ૧૫ ગ્રામ
કાજુ – બદામ – કિસમીસ

બનાવવાની વિધિ :

પહેલા તો થોડા ઘીમાં હીરાકણી ગુંદરને તળી લો. ત્‍યાર બાદ અડદ દાળનો લોટ ઘી દૂધનાં મોણવાળો કરવો. ધાબો દેવો અને થોડીવાર બાદ ચાળી લો. તેના દાણાને ઘીમાં શેકી લો. શેકાઇ ગયા બાદ તેમાં ખાંડ, સૂંઠ, ગંઠોડા, એલચી, તજ-લવિંગ પાઉડર નાંખો ને હલાવીને (ઘી જરૂરી હોય તો વધારે નાખવું) તેના નાના લાડુ વાળી લો. નહીતો તૈયાર થયા બાદ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. તેની ઉપર કાજુ – બદામ – કિસમીસ ભભરાવો અને તેના કાપા પાડી લો. ગુજરાતીઓનો આ ઉત્તમ શિયાળુ પાક છે.

error: Content is protected !!