આજથી અધિક માસનો પ્રારંભ, 13 જૂન સુધી ચાલનારા આ મહિનામાં વ્રત, પૂજા અને દાનનું વિશેષ મહત્વ

અમદાવાદ: આજે 16 મે (બુધવાર)થી અધિક માસ શરુ થવાની સાથે જ એક મહિના માટે કોઈ શુભ કાર્યો નહીં કરી શકાય. 16મેથી 13 જૂન દરમિયાન અધિક માસ હોવાથી ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો 19 દિવસ મોડા આવશે.

દર 32 મહીને આવતા અધિક માસનું જ્યોતિષ શાસ્ત્ર મુજબ વિશેષ મહત્વ રહેલું છે.  આ માસ દરમિયાન લોકો ઉપવાસ, એક ટાણું, વ્રત, સેવાકાર્ય અને દાન તેમજ પૂજા-અર્ચના કરે છે. 2015ના વર્ષ બાદ આ વર્ષે આવેલા અધિક માસને કારણે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા, ધનતેરસ, દિવાળી જેવા તમામ તહેવારો 17 થી 18 દિવસ મોડા આવશે.

જ્યોતિષ આચાર્યના મતે અધિક માસ બાદ જેઠનો નીજનો મહિનો રહેશે. 19 વર્ષ બાદ આ વર્ષે જેઠમાં અધિક માસ આવી રહ્યો છે. આ બાદ વર્ષ 2037માં આ રીતે ફરી જેઠ મહિનામાં અધિક માસ આવશે. અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. જોકે, આ દરમિયાન લગ્ન સહિતના શુભ કર્યો વર્જીત માનવામાં આવે છે.

error: Content is protected !!