લાંબી વિચારણા બાદ જ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે: મહેન્દ્રસિંહ વાઘેલા

ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગઈ કાલે (શનિવારે) ભાજપમાં જોડાયા હતા. જેને લઈને નારાજ થયેલા તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. શંકરસિંહે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ તમામ સભ્યો સાથે વાત કરે અને પછી ભાજપમાં જોડાય અથવા એક સપ્તાહમાં ભાજપમાંથી રાજીનામુ આપે. હવે આ અંગે ભાજપમાં જોડાવવા અંગે મહેન્દ્રસિંહે મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા.

મહેન્દ્રસિંહે કહ્યું કે, પિતા (શંકરસિંહ) મારાથી નારાજ નથી પરંતુ પુત્રની ચિંતા કરે છે. મે 6 મહિના સુધી વિચાર કરીને પછી આ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, મારા પિતા સાથે મેં આ બાબતે ચર્ચા કરી હતી.

સમર્થકોને પૂછવું જોઇએ અને તેમને સાથે રાખીને નિર્ણય કરવાની શંકરસિંહની સલાહ બાબતે મહેન્દ્રસિંહે કહ્યું કે, તેમની વાત તદ્દન સાચી છે. હું મારા સમર્થકો સાથે પણ વાત કરીશ. મારા સમર્થકોને આગામી સમયમાં ભાજપમાં જોડીશ. તેમણે ઉમેર્યું કે, મને એક પણ જગ્યાનું પ્રેશુર નહોતું. મેં જાતે જ આ નિર્ણય લીધો છે.

શું શંકરસિંહની ભાજપમાં ઘર વાપસી થઇ શકે છે? આ સવાલના જવાબમાં મહેન્દ્રસિંહે કહ્યું કે, “બાપુ પોતાના નિર્ણયો જાતે લેશે. તેઓ પોતાની વિચાર ધારા પ્રમાણે ચાલે છે અને હું મારી વાચાર ધારા પ્રમાણે ચાલું છું”

error: Content is protected !!