એફટીઆઈઆઈના અધ્યક્ષ બન્યા બાદ અનુપમ ખેરે કહ્યું, સંપૂર્ણ ક્ષમતાથી મારી ફરજો પરિપૂર્ણ કરીશ

મુંબઈ, દેશગુજરાત: બોલીવુડ અભિનેતા અનુપમ ખેરની  બુધવારે પ્રતિષ્ઠિત ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ (એફટીઆઈઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી ફરજ પૂરી કરવા માટે પ્રયત્ન કરશે.

અનુપમે ટ્વીટ કરીને કહ્યું કે, હું પ્રતિષ્ઠિત એફટીઆઈઆઈના અધ્યક્ષ તરીકે નિયુક્ત થતા ઊંડાણ પૂર્વક વિનમ્ર અને સમ્માનિત અનુભવ કરી રહ્યો છું. હું મારી ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કરીને મારી ફરજો પરિપૂર્ણ કરીશ.

આંતરરાષ્ટ્રીય યોજનાઓ સહીત 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા વિવાદાસ્પદ એફટીઆઈઆઈના પૂર્વ અધ્યક્ષ ગજેન્દ્ર ચૌહાણનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે, ગજેન્દ્રની નિયુક્તિ બાદ ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અનુપમે 1984માં ફિલ્મ ‘સારાંશ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓનું પોતાનું અભિનય ઇન્સ્ટીટયુટ ‘એક્ટર પ્રિપેર’ પણ કાર્યરત છે. તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) અને નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

error: Content is protected !!