વાય-કેટેગરીની સિક્યુરીટીના નિર્ણય બાદ કેન્દ્રીય ટીમે હાર્દિકના અમદાવાદ સ્થિત નિવાસસ્થાનનો સરવે કર્યો

અમદાવાદ, દેશગુજરાત: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાના નિર્ણયના એક દિવસ બાદ શહેરના શિલજ વિસ્તારમાં તેના નિવાસસ્થાન પર કેન્દ્રીય ટીમ દ્વારા સરવે (સર્વેક્ષણ) કરવામાં આવ્યો હતો.

આ સરવે અંગે એક સભ્યએ માત્ર એવું જ કહ્યું હતું કે, તે ચોક્કસ સુરક્ષા કવર મેળવનાર કોઈ પણ વ્યક્તિ માટે સલામતી સંબંધિત મૂલ્યાંકન અંગેનું મુખ્ય કાર્ય હતું.

કેન્દ્રીય ઇન્ટેલિજન્સ બ્યૂરોના અહેવાલના આધારે ધમકીને કારણે 23 વર્ષીય પાસ કન્વીનરને વાય કેટેગરીનું રક્ષણ કવર (કવચ) આપવામાં આવશે. સીઆઈએસએફના જવાનો (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) તેમને સુરક્ષા કવર આપશે. અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા હાર્દિકને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. હાર્દિક હવે સલામતી કવર લેવા માટે સંમત થયો હતો.

error: Content is protected !!