પદ્માવત ફિલ્મની રીલીઝ સંદર્ભે સુપ્રિમ કોર્ટના સ્ટે અંગે સંપૂર્ણ અદ્યયન બાદ કાર્યવાહી કરાશે: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, પદ્માવત ફિલ્મના પ્રસારણ સંદર્ભે સુપ્રિમ કોર્ટના વચગાળાના સ્ટે અંગે સંપૂર્ણ અદ્યયન બાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે. મંત્રી જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ પણ પદ્માવતિ ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ અંગે એક નોટીફિકેશન જાહેર કરીને ફિલ્મને દર્શાવવા અંગે પ્રતિબંધ લગાવ્યો હતો. તે પછી નિર્માતા દ્વારા ફિલ્મનું નામ બદલવામાં આવતા, પદ્માવત ફિલ્મને ગુજરાતમાં ન દર્શાવવા અંગે ફરીથી બીજી વખત સરકારે નોટીફિકેશન પ્રસિધ્ધ કરેલ.

અત્રે ઉલ્લેનીય છે કે, ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને તોડી- મરોડીને વિકૃત રીતે સમાજ સમક્ષ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના કારણે ક્ષત્રિય સમાજ અને વિવિધ સામાજીક સંગઠનોની લાગણી દુભાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તે હેતુથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જાડેજાએ વધુમાં કહ્યું હતુ કે, આજરોજ સુપ્રિમ કોર્ટમાં લોક લાગણીના પ્રતિબિંબ સાથે રાજ્ય સરકાર તરફથી વિદ્ઘાન વકીલ એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એક કલાક સુધી દલીલ કરી હતી અને સુપ્રિમ કોર્ટને વિવાદીત ફિલ્મ દર્શાવવાના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં શું પરિસ્થિતિ સર્જાઇ શકે તે અંગે વાકેફ કર્યા હતા. પરંતુ સુપ્રિમ કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હતો. નામદાર સુપ્રિમ કોર્ટના વચગાળાના સ્ટે અંગેના સંપૂર્ણ અધ્યયન કરીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ  જાડેજાએ અંતમાં કહ્યું હતું.

Related Stories

error: Content is protected !!