અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પ્રજાજનોનો અભુતપુર્વ સહકાર સાંપડ્યો

ગાંધીનગર:અસિમ ઉત્સવોની નગરી અમદાવાદ ને આંગણે ઉજવાઇ રહેલા શોપિંગ ફેસ્ટિવલને અભૂતપુર્વ પ્રતિસાદ સાંપડેલ છે. જેને ધ્યાનમા રાખીને મુલાકાતીઓ અને ખરીદદારોને વધુ ને વધુ સુવિધાઓ સંપન્ન થાય તેની ચર્ચા કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી વિજયનેહરાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી.

શ્રી નેહરાએ ખરીદદારોના વધતા જતા ધસારાને ધ્યાનમા રાખીને આ ફેસ્ટિવલ બપોરે 12-00 વાગ્યાથી રાતના 12-00 કલાક સુધી ખુલ્લો રાખવાની જાહેરાત કરી હતી જેથી અમદાવાદ અને દેશ વિદેશ આવતા અન્ય મુલાકાતીઓ સરળતાથી ખરીદી કરી શકે

શ્રી નેહરાએ નગરજનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીને સાથે અસંખ્ય ઇનામો અને બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેનો લાભ લેવા માટે દરેક ખરીદદાર ખરીદીની સાથે સાથે અચુક પોતાની ઇનામી કૂપન લેવાનો દુકાનદાર પાસે આગ્રહ રાખે.

પોતાનો મોબાઇલ નંબર જે તે દુકાનદારને આપીને મોબાઇલમાં આ કૂપન મેળવવાની છે અને જેનો રોજબરોજ ડ્રો કરવામા આવશે. જેમાં નાના મોટા 960 અને 21 બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેની વિગતો શોપિંગ ફેસ્ટિવલની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવાથી મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું
આ બેઠકમાં મુલાકતીઓને ખરીદી કરવામા અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ની વગતો સરળતાથી મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક મૂકવામાં આવશે.

આ બેઠકમા વધુને વધુ વેપારીઓ આ યોજનાનો લાભ લે અને દરેક પ્રકારના વ્યવસાયકારોને વધુ સરળતાથી સાંકળી લેવા માટે ચર્ચા કરવામા આવી હતી. આ મેળામા દરરોજ રાત્રે રિવર ફ્રંટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવેલ છે જેનો આનંદ લેવા માટે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી અમદાવાદ શોપીગ ફેસ્ટિવલ જાન્યુઆરી ૧૮ થી ૨૮ સુધી યોજાનાર છે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ૧૫૦૦૦ થી વધુ વેપારીઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને જે ગ્રાહકને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહેલ છે. આ ઉપરાંત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજીસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી કરનાર ગ્રાહકને દર રૂ,500/- ની ખરીદી ઉપર એક ઇનામી કુપન પણ આપવામા આવે છે. જેમા ગ્રાહકને કરોડો રૂપિયાના ઇનામો જીતવાની તક પ્રાપ્ત થાય છે

આ બેઠકમાં શ્રી શૈલેશભાઇ પટવારી અને ફેડરેશનના સભ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!